For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

TimesNow CNX સર્વેઃ યુપીમાં જો મહાગઠબંધન થયુ તો NDAને થઈ શકે છે 42 સીટોનું નુકશાન

અંગ્રેજી ન્યૂઝ ચેનલ ટાઈમ્સ નાઉ અને સીએનએક્સના આ નવા સર્વેમાં એનડીએને ઉત્તરપ્રદેશમાં મોટા નુકશાનની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

2019 ની લોકસભા ચૂંટણી માટે રાજકીય ઘમાસાણ ઉગ્ર બની રહી છે. આ સાથે સત્તાધારી ભાજપના નેતૃત્વવાળી એનડીએ હોય કે પછી વિપક્ષી દળો, બધા પોતાની રણનીતિક તૈયારીઓ કરવામાં લાગી ગયા છે. તેમની આ તૈયારીઓ વચ્ચે એક સર્વે સામે આવ્યો છે જે ભાજપના નેતૃત્વવાળા એનડીએના ગઠબંધનને પરેશાન કરી શકે છે. અંગ્રેજી ન્યૂઝ ચેનલ ટાઈમ્સ નાઉ અને સીએનએક્સના આ નવા સર્વેમાં એનડીએને ઉત્તરપ્રદેશમાં મોટા નુકશાનની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સર્વે મુજબ જો ઉત્તર પ્રદેશમાં મુખ્ય વિપક્ષી દળો સમાજવાદી પાર્ટી, બસપા અને કોંગ્રેસ વચ્ચે મહાગઠબંધન થશે તો એનડીએને ઘણુ નુકશાન થઈ શકે છે.

આ પણ વાંચોઃ પાકિસ્તાન એક ઈસ્લામિક દેશ, આતંક સાથે વાતચીત સંભવ નથીઃ આર્મી ચીફઆ પણ વાંચોઃ પાકિસ્તાન એક ઈસ્લામિક દેશ, આતંક સાથે વાતચીત સંભવ નથીઃ આર્મી ચીફ

જો મહાગઠબંધન ન થયુ તો ભાજપને 16 સીટોનું નુકશાન

જો મહાગઠબંધન ન થયુ તો ભાજપને 16 સીટોનું નુકશાન

અંગ્રેજી ન્યૂઝ ચેનલ ટાઈમ્સ નાઉ અને CNX એ ઓપિનિયન પોલ દ્વારા દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશની જનતાના વિચારો જાણવાની કોશિશ કરી. સર્વેમાં જે મુખ્ય વાત સામે આવી છે તે મુજબ યુપીની 80 લોકસભા સીટ પર જો આજે ચૂંટણી કરાવવામાં આવે અને બધી મુખ્ય પાર્ટીઓ એકલા ચૂંટણી મેદાનમાં ઉતરે તો ભાજપને લગભગ 16 સીટોનું નુકશાન થઈ શકે છે. એટલે કે સપા, બસપા, કોંગ્રેસ વચ્ચે જો મહાગઠબંધન ન બને તો ભાજપને લગભગ 16 સીટોનું નુકશાન થઈ શકે છે.

સપા-બસપા સાથે આવતા એનડીએને 31 સીટોનું અનુમાન

સપા-બસપા સાથે આવતા એનડીએને 31 સીટોનું અનુમાન

સર્વે મુજબ જો યુપી ચૂંટણીમાં અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી, માયાવતીની બસપા અને કોંગ્રેસ વચ્ચે મહાગઠબંધન થઈ જાય તો ભાજપના નેતૃત્વવાળા એનડીએને 42 સીટોના નુકશાનનું અનુમાન છે. આવી સ્થિતિમાં એનડીએને રાજ્યની 80 લોકસભા સીટોમાંથી 31 સીટો જ મળવાની સંભાવના સર્વેમાં વ્યક્ત કરવામાં આવી છે. કુલ મળીને યુપીમાં મહાગઠબંધનની સ્થિતિમાં ભાજપને મોટુ નુકશાન ઉઠાવવુ પડી શકે છે.

સર્વેમાં મોદી પ્રિય પ્રધાનમંત્રી

સર્વેમાં મોદી પ્રિય પ્રધાનમંત્રી

સર્વેમાં પ્રિય પ્રધાનમંત્રીના મુદ્દે પૂછાયેલા સવાલમાં નરેન્દ્ર મોદીએ જ બાજી મારી છે. સૌથી વધુ લોકોએ નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી તરીકે પસંદ કર્યા છે. જો કે યુપીમાં પીએમ મોદીની લોકપ્રિયતામાં પહેલાની સરખામણીમાં ઘટાડો જોવા મળ્યો છે. સર્વેમાં પીએમ મોદીને લગભગ 42 ટકા મત મળ્યા છે. બીજા નંબરે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રહ્યા, 20 ટકા મતદારો તેમને આગામી પીએમ તરીકે જોવા ઈચ્છે છે. બસપા સુપ્રીમો માયાવતી અને પશ્ચિમ બંગાળની સીએમ મમતા બેનર્જીને 11 ટકા મત મળ્યા છે. આગામી લોકસભા ચૂંટણીમાં 16 ટકા મતદારો ઈચ્છે છે કે કોઈ નવો ચહેરો પ્રધાનમંત્રી બને.

આ પણ વાંચોઃ આઈઆઈટીના છાત્રોને 1.5 કરોડનું પેકેજ આપી રહી છે માઈક્રોસોફ્ટ, ઉબર બીજા નંબરેઆ પણ વાંચોઃ આઈઆઈટીના છાત્રોને 1.5 કરોડનું પેકેજ આપી રહી છે માઈક્રોસોફ્ટ, ઉબર બીજા નંબરે

English summary
TimesNow CNX Survey predicts If Mahagathbandhan in Uttar pradesh NDA will lose 42 seats 2019 loksabha poll
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X