For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IAS ટીના ડાબી-અતહર ખાન ડિવોર્સઃ કોર્ટે આપ્ચો ચુકાદો, જાણો IAS જોડીના ડિવોર્સનુ અસલી કારણ

દેશની સૌથી ચર્ચિત આઈએએસ જોડી તૂટી ગઈ છે. આઈએએસ ટીના ડાબી અને આઈએએસ અતહર આમિર ખાન વચ્ચે ડિવોર્સ થઈ ગયા છે.

|
Google Oneindia Gujarati News

જયપુરઃ દેશની સૌથી ચર્ચિત આઈએએસ જોડી તૂટી ગઈ છે. આઈએએસ ટીના ડાબી અને આઈએએસ અતહર આમિર ખાન વચ્ચે ડિવોર્સ થઈ ગયા છે. બંનેએ પરસ્પર સંમતિથી ગયા વર્ષે રાજસ્થાનની રાજધાની જયપુરની પારિવારિક અદાલતમાં ડિવૉર્સની અરજી કરી હતી. આ અરજી પર જયપુરની ફેમિલી કોર્ટે મંગળવારે ચુકાદો સંભળાવ્યો છે. તમને જણાવી દઈએ કે છ વર્ષથી આઈએએસ ટીના ડાબી અને આઈએએસ અતહર આમિર ખાન ચર્ચામાં રહ્યા છે. 2015માં યુપીએસસીની સિવિલ સેવા પરીક્ષામાં ટીના ડાબી પહેલા અને અતહર આમિર બીજા સ્થાને રહ્યા હતા. ત્યારબાદ બંનેએ 2018માં લગ્ન કરી લીધા હતા.

UPSCની ટૉપર જોડી

UPSCની ટૉપર જોડી

17 નવેમ્બર, 2020ના રોજ ટીના ડાબી અને અતહર આમિર ખાને ડિવૉર્સ માટે અરજી કરી હતી. દૈનિક ભાસ્કરના રિપોર્ટ મુજબ મંગળવારે જયપુર કોર્ટે તેમની ડિવૉર્સની અરજીને મંજૂર કરી દીધી છે. તમને જણાવી દઈએ કે યુપીએસસી 2015 ટૉપ કર્યા બાદ આઈએએસ ટીના ડાબી અને અતહર આમિર ખાન મસૂરીમાં ટ્રેનિંગ વખતે એકબીજાની નજીક આવ્યા હતા. બંનેને રાજસ્થાન કેડર અલૉટ થયુ હતુ. જો કે ડિવૉર્સની અરજી બાદ અતહર આમિર રાજસ્થાન કેડર છોડીને જમ્મુ કાશ્મીર જતા રહ્યા હતા. બે વર્ષ એકબીજાને ડેટ કર્યા બાદ વર્ષ 2018માં 20 માર્ચે તેઓ લગ્ન બંધનમાં બંધાયા હતા. જો કે આની માહિતી સોશિયલ મીડિયા પર 9 એપ્રિલે શેર કરી હતી.

સોશિયલ મીડિયામાં નામ સાથે જોડી ખાન સરનેમ

સોશિયલ મીડિયામાં નામ સાથે જોડી ખાન સરનેમ

ટીના ડાબી અને અતહર આમિર ખાનના લવ મેરેજ ઘણા ચર્ચામાં રહ્યા હતા. ખુદ ટીના ડાબીએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પોતાના બાયોમાં ખાન સરનેમ જોડીને કાશ્મીરી વહુનુ ટેગ જોડી દીધુ હતુ. આના માટે લોકોએ સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ પણ કરી હતી. થોડા સમય પહેલા ટીનાએ ખાન સરનેમ હટાવી દીધી. ત્યારબાદ લોકોને બંનેના સંબંધમાં ખટાશનો અંદાજ આવી ગયો હતો.

આ છે ટીના ડાબી અને અતહર આમિરના ડિવૉર્સનુ કારણ

આ છે ટીના ડાબી અને અતહર આમિરના ડિવૉર્સનુ કારણ

ટીના ડાબી અને અતહર આમિરે પોતાના ડિવૉર્સના કારણ વિશે મીડિયા સામે કંઈ પણ નથી કહ્યુ પરંતુ ગયા વર્ષે બંનેએ જયપુર ફેમિલી કોર્ટ નંબર એકમાં પરસ્પર સંમતિથી મ્યુચ્યુઅલ રીતે અરજી કરીને જણાવ્યુ હતુ કે તે બંને આગળ સાથે નહી રહી શકે માટે કોર્ટ તેમના લગ્નનને શૂન્ય ઘોષિત કરે.

કોણ છે આઈએએસ ટીના ડાબી

કોણ છે આઈએએસ ટીના ડાબી

તમને જણાવી દઈએ કે ટીના ડાબી રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને દિલ્લી સાથે ગાઢ સંબંધ ધરાવે છે. ટીનાો જન્મ 9 નવેમ્બર, 1993ના રોજ મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં થયો. પિતા જસવંત ડાબી દૂરસંચાર વિભાગમાં કાર્યરત છે. માતા હિમાની ડાબી એન્જિનિયર છે. તેમનો પરિવાર મૂળ રીતે રાજસ્થાનની રાજધાની જયપુરનો રહેવાસી છે જ્યારે હાલમાં પરિવાર દિલ્લીમાં રહે છે. દિલ્લીથી જ ટીનાનો અભ્યાસ થયો. દિલ્લીમાં જ રહીને યુપીએસસીની તૈયારી કરીને તેણે ટૉપ કર્યુ.

કોણ છે આઈએએસ અતહર આમિર ખાન

કોણ છે આઈએએસ અતહર આમિર ખાન

તમને જણાવી દઈએ કે આઈએએસ અતહર આમિર ખાન મૂળ રીતે જમ્મુ કાશ્મીરના અનંતનાગથી છે. સુન્ની મુસ્લિમ પરિવારના આમિરનો જન્મ 5 સપ્ટેમ્બર, 1992ના રોજ શિક્ષક મોહમ્મદ શફી ખાનના ઘરમાં થયો હતો. અતહર આમિર ખાનનુ આખુ નામ અતહર આમિર ઉલ શફી ખાન છે. તેણે ઈલેક્ટ્રીકલ એન્જિનિયરીંગમાં બીટેક કર્યુ હતુ.

English summary
Tina Dabi Athar Khan Divorce Case: Jaipur Family Court approved IAS couple Talaq application
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X