પશ્ચિમ બંગાળમાં મમતા-કેન્દ્ર સામસામે, TMC એ વિધાનસભામાં ED-CBI વિરુદ્ધ પ્રસ્તાવ રજૂ કર્યો!
કોલકાતા, 17 નવેમ્બર : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) ના ડિરેક્ટરોના કાર્યકાળને લંબાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા વટહુકમ સામે રાજ્યે વિરોધ શરૂ કર્યો છે. એક તરફ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કોંગ્રેસે સરકારી એજન્સીઓનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. તો બીજી પશ્ચિમ બંગાળ વિધાનસભામાં ટીએમસી સરકારે વિશેષાધિકાર પ્રસ્તાવ રજૂ કર્યો છે.
પશ્ચિમ બંગાળ વિધાનસભાનું સત્ર ચાલુ છે. મંગળવારે મમતા સરકારે બોર્ડર સિક્યોરિટી ફોર્સના અધિકારક્ષેત્રમાં વધારો કરવાના કેન્દ્રના નિર્ણય વિરુદ્ધ ઠરાવ પસાર કર્યો હતો. બીજી તરફ હવે ED અને CBI વિરુદ્ધ વિશેષાધિકાર પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે, જેના પછી મમતા અને કેન્દ્ર સરકાર ફરી એકવાર સામસામે આવી ગયા છે.
પશ્ચિમ બંગાળ વિધાનસભામાં ટીએમસીએ પોતાનો વિરોધ નોંધાવીને પહેલું પગલું ભર્યું છે. વિશેષાધિકાર પ્રસ્તાવ લાવીને CBI અને ED સામે ખુલ્લો વિરોધ નોંધાવ્યો છે. TMCએ CBI-EDના વડાઓના કાર્યકાળને લંબાવવાના કેન્દ્ર સરકારના વટહુકમનો વિરોધ કરતો ઠરાવ રજૂ કર્યો છે.
કેન્દ્ર સરકારે કેન્દ્રીય એજન્સીઓના વડાઓનો કાર્યકાળ 2 વર્ષથી વધારીને 5 વર્ષ કરવાનો નિર્ણય લેવામાં લીધો છે. આ વટહુકમ અનુસાર જ્યાં પહેલા બે વર્ષ માટે સીબીઆઈ અને ઈડીના ડિરેક્ટરોની નિમણૂક કરવામાં આવતી હતી ત્યારે હવે 3 વર્ષનું એક્સટેન્શન આપવામાં આવશે. આ સ્થિતિમાં સરકાર કેન્દ્રીય એજન્સીના વડાઓને એક-એક વર્ષ માટે 3 એક્સ્ટેન્શન આપી શકે છે, તેથી કાર્યકાળને કુલ 5 વર્ષ સુધી લંબાવવામાં આવ્યો છે.