For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંપત્તિ બચાવવા ભારત પાછા આવવાની તૈયારીમાં વિજય માલ્યા

તમામ બેંકોમાંથી 9000 કરોડ રૂપિયાથી વધુની લોન લેનાર વિજય માલ્યા છેવટે ભારત પાછા આવવાની તૈયારી કરી રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

તમામ બેંકોમાંથી 9000 કરોડ રૂપિયાથી વધુની લોન લેનાર વિજય માલ્યા છેવટે ભારત પાછા આવવાની તૈયારી કરી રહ્યો છે. જે રીતે ભારતમાં તેની સંપત્તિ એક પછી એક જઈ રહી છે તેને જોતા માલ્યા ભારત પાછા આવવાની તૈયારી કરી રહ્યો છે. માનવામાં આવી રહ્યુ છે કે પોતાની સંપત્તિને બચાવવાની યોજનાથી માલ્યા ભારત પાછો આવી રહ્યો છે. કેન્દ્ર સરકારના નવા બેનામી સંપત્તિ કાયદા હેઠળ તમામ એજન્સીઓ સક્રિય થઈ ગઈ છે અને સતત એક પછી એક વિજય માલ્યાની સંપત્તિ કબ્જામાં લઈ રહી છે.

ભાગેડુ ઘોષિત

ભાગેડુ ઘોષિત

કોર્ટે વિજય માલ્યાને ભાગેડુ ઘોષિત કરી દીધો છે. ત્યારબાદ તેની સંપત્તિઓ એક એક કરીને માલ્યાના કબ્જામાંથી જઈ રહી છે. નવા બેનામી સંપત્તિ કાયદા અનુસાર જો કોઈ નાણાકીય ગુનેગાર છે અને કોર્ટ તેને ભાગેડુ ઘોષિત કરી દે તો સરકાર તેની જમીન જપ્ત કરી શકે છે. જાણકારી અનુસાર અધિકારીઓને માલ્યા પાછા આવવાના સંકેત આપી રહ્યો છે. તે તમામ બેંકો સાથે પણ સમજૂતી કરવાની કોશિશ કરી રહ્યો છે.

આ પણ વાંચોઃ દાઉદ બાદ હવે છોટા શકીલનો પુત્ર મુબશ્શિર શેખ બન્યો મૌલાનાઆ પણ વાંચોઃ દાઉદ બાદ હવે છોટા શકીલનો પુત્ર મુબશ્શિર શેખ બન્યો મૌલાના

તમામ બેંકોના સંપર્કમાં

તમામ બેંકોના સંપર્કમાં

સૂત્રોની માનીએ તો પોતાના દેવાને ખતમ કરવા માટે વિજય માલ્યા તમામ બેંકોના સંપર્કમાં છે અને તેમની સાથે વાત કરી રહ્યો છે. એટલુ જ નહિ માલ્યા ઈડીના અધિકારીઓ સાથે પણ વાત કરી રહ્યો છે. પરંતુ મોટા સૂત્રો અનુસાર ફ્યુજિટીવ ઈકોનોમિક ઓફેન્ડર્સ ઓર્ડિનન્સ 2018 ના ડરથી માલ્યા ભારત પાછો આવવા ઈચ્છે છે.

કાયદાકીય રસ્તો અપનાવશે

કાયદાકીય રસ્તો અપનાવશે

માલ્યાએ એ વાતના પણ સંકેત આપ્યા છે કે તે તેની સામે કરવામાં આવેલી કાર્યવાહીને કોર્ટમાં પડકારશે. નવા કાયદા હેઠળ માલ્યાની જે સંપત્તિઓને સીઝ કરવામાં આવી છે તેની સામે તે કોર્ટમાં જઈ શકે છે. સાથે જ તે આ સંમગ્ર મામલે કાયદાની મદદ પણ કરી શકે છે. પરંતુ જાણવા જેવી વાત એ છે કે આ સમગ્ર વાતચીત અને સમજૂતી એ વાત પર નિર્ભર કરે છે કે દેવુ ચૂકવવા માટે માલ્યા કયો વિકલ્પ સામે લઈને આવે છે.

આ પણ વાંચોઃ ભૂમિ અધિગ્રહણ મામલે માયાવતીને મળી હાઈકોર્ટથી રાહતઆ પણ વાંચોઃ ભૂમિ અધિગ્રહણ મામલે માયાવતીને મળી હાઈકોર્ટથી રાહત

English summary
To safeguard assets, Mallya plans return to India. He is likely to challenge the action against him in court.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X