કંપનીઓને ચીનથી ભારત લાવવા માટે આ ત્રણ કામ કરવાં પડશે, શું આપણે તૈયાર છીએઃ સ્વામી
નવી દિલ્હીઃ રાજ્યસભા સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના નેતા સુબ્રમણ્યમ સ્વામીએકહ્યું કે અમેરિકાની કંપનીઓ ચીનને છોડી ભારતમાં રોકાણ કરી શકે છે પરંતુ તેના માટે આપણે કેટલીક તૈયારીઓ કરવી પડશે. બુધવારે સવારે કરેલા પોતાના ટ્વીટમાં સુબ્રમણ્યમ સ્વામીએ લખ્યું કે- ચીનમાં રોકાણ કરનારી અમેરિકી કંપનીઓને ભારતમાં આવા આરકર્ષિત કરવા માટે આપણે ત્રણ કામ કરવાની જરૂરત છે. પહેલું ચીનની જેમ શાનદાર બુનિયાદી માળખું એટલે કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર. બીજું, કાચા માલની પૂર્વ એશિયાની નિકાસ ચીનની જગ્યાએ ભારત આવે.
સુબ્રમણ્યમ સ્વામીએ પોતાના ટ્વીટમાં ત્રીજું પગલું ઉઠાવવાની જે વાત કહી તે છે ચીનની જેમ ખાનગી ક્ષેત્ર પર પ્રતિબંધ લગાવવો એટલે કે પ્રાઈવેટસેક્ટરમાં એફડીઆઈ ના હોય અને બેંકથી લોન ના મળે. આ ત્રણ ઉપાયોને જણાવતા સ્વામીએ પૂછ્યું કે શું આના માટે આપણે તૈયાર છીએ?
જણાવી દઈએ કે હાલના દિવસોમાં રિપોર્ટ આવ્યા છે, જેમાં જણાવવામા આવ્યું કે કોરોના બાદ ચીનથી નીકળી રહેલી કંપનીઓને લોભાવવા માટે સરકાર મોટા સ્તરે કામ કરી રહી છે. વિદેશી કંપનીઓને ભારત લાવવા માટે કેટલાય પગલાં ઉઠાવવામાં આવી રહ્યાં છે. તેવા સમયે સુબ્રમણ્યમ સ્વામીની આવી ટિપ્પણી આવી છે.
સુબ્રમણ્યમ સ્વામી પોતાની સરકારની આર્થિક નીતિઓ પર પણ સવાલ ઉઠાવતા રહ્યા છે. હાલના નાણામંત્રી નિર્મલા સીતારમણ અને મોદી સરકાર પહેલા કાર્યકાળમાં નાણામંત્રી રહેલા સ્વ. અરુણ જેટલીની પણ કેટલીયવાર આલોચના કરી છે. કેન્દ્ર સરકાર તરફથી લાગૂ કરાયેલ જીએસટીને તો સ્વામીએ 21મી સદીનું સૌથી મોટું પાગલપણું ગણાવ્યું છે.
હાલમાં જ સુબ્રમણ્યમ સ્વામીએ સોમવારે મોદી સરકારની પ્રવાસી મજૂરો પાસેથી રેલવે ટિકિટનું ભાડું વસૂલવાને લઈને પણ આલોચના કરી હતી. તેમણે કહ્યું કે ભારત સરકારની કેવી નૈતિકતા છે કે તેઓ ભૂખા- તરસ્યા પ્રવાસી મજૂરો પાસેથી તેમની યાત્રાનું ભાડું વસૂલી રહી છે. જો રેલવે મજૂરો ભાડું આપવાની ના પાડે છે તો તે પીએમ કેર્સ ફંડથી આપવું જોઈએ.
વંદે ભારત મિશનઃ 16 મેથી શરૂ થશે બીજો તબક્કો, 31 દેશમાં ફસાયેલા ભારતીયોની વતન વાપસી થશે