કોંગ્રેસ-એનસીપીની આજે મહત્વની બેઠક, શિવસેનાએ કહ્યુ જલ્દી મળશે ગુડ ન્યૂઝ
મહારાષ્ટ્રમાં સરકારની રચનાની કોશિશોએ જોર પકડી લીધુ છે. કોંગ્રેસ-એનસીપી અને શિવસેના ગઠબંધન સરકાર બનાવવાની કોશિશોમાં લાગેલી છે. આ પાર્ટીઓ વચ્ચે બેઠકોનો દોર ચાલુ છે. કોંગ્રેસ પણ શિવસેના સાથે ગઠબંધન માટે રાજી થઈ ગઈ છે. માનવામાં આવી રહ્યુ છે કે 22 નવેમ્બરે સરકારની રચના માટે એલાન કરવામાં આવી શકે છે.

22 નવેમ્બરે મોટુ એલાન
સરકારની રચના માટે બેઠકોનો દોર ચાલુ છે. કોંગ્રેસે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની વાત પર કહ્યુ કે શુક્રવારે મુંબઈમાં સંયુક્ત રીતે એલાન કરશે. કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચૌહાણે કહ્યુ કે કોંગ્રેસ અને એનસીપીના નેતા ગુરુવારની સવારે 10 વાગે પોતાના નેતાઓ સાથે બેઠક કરશે. આ બેઠકોમાં સરકારની રચનાની શરતો અને મહત્વના પાસાંઓ પર ચર્ચા થશે.

કોંગ્રેસ-એનસીપીની મહત્વની બેઠક
આ બેઠક બાદ આજે ફરીથી બપોરે વધુ એક મુલાકાત થશે જેમાં બધી શરતો પૂરી કરીને, શુક્રવારે મહારાષ્ટ્રના તમામ નેતાઓ સાથે મુંબઈમાં મુલાકાત કરશે. તેમણે માહિતી આપી કે અમારી શિવસેના અને એનસીપી સાથે વાતચીત યોગ્ય દિશામાં જઈ રહી છે. તેમણે કહ્યુ કે શુક્રવારે સંયુક્ત એલાન કરવામાં આવશે.
આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં એનસીપી- કોંગ્રેસ સરકાર બનાવવા માટે તૈયારઃ પૃથ્વીરાજ ચૌહાણ

શિવસેના સાથે બેઠકમાં શરતો પર ચર્ચા
આજે દિલ્લીમાં મહારાષ્ટ્રમાં નવી સરકારની રચનાના મુદ્દે મહત્વની બેઠક થશે. આ પહેલા બુધવારે દિલ્લીમાં કોંગ્રેસ અને એનસીપીના નેતાઓ વચ્ચે બેઠક થઈ. કોંગ્રેસે સ્પષ્ટ કર્યુ કે તે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે શિવસેના સાથે ગઠબંધન માટે તૈયાર છે. કોંગ્રેસ-એનસીપીએ કહ્યુ કે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન ખતમ કરવા માટે તે ગઠબંધનની સરકાર માટે તૈયાર છે પરંતુ હજુ નવી સરકારની રચના વિશે હજુ અમુક વાતો થવાની બાકી છે.

જલ્દી મળશે ગુડ ન્યૂઝ
વળી, શિવસેનાએ કહ્યુ કે જલ્દી ગુડ ન્યૂઝ મળશે. શિવસેના નેતા સંજય રાઉતે કહ્યુ કે જલ્દી સારા સમાચાર મળશે. તેમણે કહ્યુ કે લાગે છે કોંગ્રેસ, શિવસેના અને એનસીપી મળીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવશે. તેમણે કહ્યુ કે આવનારા ચાર-પાંચ દિવસોમાં સરકાર બની જશે.