• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મોદી માટે ડબલ બોનાંઝા : અમદાવાદમાં રાહત, તો દિલ્હીથી આવ્યું ‘બોનસ’!

By કન્હૈયા કોષ્ટી
|

અમદાવાદ, 26 ડિસેમ્બર : ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી માટે આજનો દિવસ એટલે કે 26મી ડિસેમ્બર, 2013નો દિવસ યાદગાર બની રહેશે. ગઈકાલ સુધી મીડિયામાં આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ છવાયેલા હતાં અને છેલ્લા કેટલાંક દિવસથી નરેન્દ્ર મોદી હૅડલાઇન્સમાંથી બહાર હતાં, પરંતુ ગુરુવારનો દિવસ ફરી મોદીમય બની ગયો.

ગુરુવારનો દિવસ એટલે કે 26મી ડિસેમ્બર, 2013નો દિવસ નરેન્દ્ર મોદી માટે મહત્વનો સાબિત થયો. આજે સૌથી મોટી બાબત એ હતી કે મોદીએ આજે ગુજરાતમાં ત્રીજી વખત શાસન સંભાળ્યાને એક વર્ષ પૂર્ણ થયુ હતું. મોદીએ આ માહિતી પોતે પણ ટ્વિટર ઉપર પોતાના શપથ ગ્રહણ સમારંભ પ્રસંગની તસવીર પોસ્ટ કરી શૅર કરી હતી. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012માં ત્રીજી વખત બહુમતી હાસલ કરી નરેન્દ્ર મોદીએ 26મી ડિસેમ્બર, 2012ના રોજ શપથ ગ્રહણ કર્યા હતાં અને આજે તેની પહેલી વર્ષગાંઠ હતી. એક તરફ નરેન્દ્ર મોદી અને તેમની સરકાર સત્તાની પ્રથમ વર્ષગાંઠ ઉજવી રહી હતી, તો બીજી તરફ સવારથી મીડિયામાં અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટના આવનારા ચુકાદા અંગે ચર્ચાઓ હતી. ગુજરાત રમખાણો અંગે એસઆઈટીની ક્લોઝર રિપોર્ટે નરેન્દ્ર મોદીને ક્લીન ચિટ આપી હતી અને એસઆઈટીની રિપોર્ટ માન્ય ઠરશે કે કેમ? તે જાણવા સૌ આતુર હતાં અને તેવામાં કેન્દ્ર સરકારે ધડાકો કર્યો.

modi
કેન્દ્રીય મંત્રિમંડળે અમદાવાદ કોર્ટના ચુકાદા પહેલા મોટો ધડાકો કરતાં મહિલા જાસૂસી કાંડની તપાસ માટે પંચ નીમવાની જાહેરાત કરી દીધી. પહેલી નજરે તો આ ચુકાદો મોદી વિરોધી હતો, પરંતુ રાજકીય દૃષ્ટિએ જોતાં આ ચુકાદો નરેન્દ્ર મોદી માટે લાભકારક જ સાબિત થશે. લોકસભા ચૂંટણી 2014માં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર થવાની છે અને તેમાં પણ એક તરફ નરેન્દ્ર મોદી અને સામે પક્ષે રાહુલ ગાંધી વચ્ચે સીધો મુકાબલો છે, ત્યારે કેન્દ્રનુ આવુ પગલું પ્રજામાં એવો સંકેત મોકલી શકે છે કે કેન્દ્ર સરકાર નરેન્દ્ર મોદીને કોઈ પણ રીતે ફસાવવા માંગે છે અને એટલે જ ચૂંટણી ટાણે આવો પંચ નીમવામાં આવ્યો છે.

આમ રાજકીય વિશ્લેષકોની માનીએ નરેન્દ્ર મોદી માટે કેન્દ્રનો આ નિર્ણય ફાયદાકારક જ નિવડવાનો છે, કારણ કે અગાઉ પણ જ્યારે-જ્યારે નરેન્દ્ર મોદીને આ પ્રકારે રોકવાની કે દબાવવાની કોશિશો કરાઈ છે, મોદી બમણી ઝડપે આગળ વધતા રહ્યાં છે. એમેય નરેન્દ્ર મોદી સીબીઆઈનું નામ લઈ કેન્દ્ર ઉપર હુમલો કરતા જ રહે છે અને પ્રજાને તેમની વાત ગળે પણ ઉતરે જ છે. હવે મોદી આ પંચ મુદ્દે પણ કોંગ્રેસને ભીંસમાં લેશે, તેમાં કોઈ બેમત નથી.

કેન્દ્રના આ નિર્ણયની ચર્ચાઓ ચાલતી હતી કે ત્યાં અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટનો ચુકાદો પણ આવી ગયો. આ ચુકાદો નરેન્દ્ર મોદી માટે મોટી રાહત સમાન હતો. કોર્ટે એસઆઈટી દ્વારા નરેન્દ્ર મોદીને ગુજરાતના રમખાણો અંગે ક્લીન ચિટ આપવાને યોગ્ય ઠેરવી. એસઆઈટીએ પોતાની ક્લોઝર રિપોર્ટમાં મોદીને ક્લીન ચિટ આપી હતી કે જેને ઝાકિયા જાફરીએ સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. સુપ્રીમ કોર્ટે કેસની સુનાવણી અમદાવાદની સ્થાનિક અદાલતમાં જ કરવાનુ જણાવ્યુ હતું અને અમદાવાદની કોર્ટનો ચુકાદો પણ આવી ગયો.

નરેન્દ્ર મોદી માટે એક તરફ અમદાવાદ કોર્ટ તરફથી મોટી રાહત આપનારો ચુકાદો આવ્યો, તો આ ચુકાદા પહેલા જ કેન્દ્ર સરકારે રાજકીય રીતે બોનસ સાબિત થનાર તપાસ પંચ નીમવાનો નિર્ણય કરી નાંખ્યો હતો. આમ જોવા જઇએ તો નરેન્દ્ર મોદી માટે આજનો દિવસ એટલે કે 26મી ડિસેમ્બર, 2013નો દિવસ ડબલ બોનાંઝા સાબિત થયો.

English summary
Thursday 26th December brought Dubole Bonanza for PM candidate of BJP and Gujarat Chief Minsiter Narendra Modi. In Ahmedabad, the metropolitan court gave him clean chit for Gujarat Riots and another 'bonus' came from Delhi that UPA Govt gave the nod for setting up of an inquiry commission to look into allegations of Gujarat government using ATS to snoop on a woman.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more