18 માર્ચનો ઈતિહાસઃ ગાંધીજીને જેલની સજા, અને બીજું શું ખાસ
પુસ્તકોને માણસનો સૌથી સારો મિત્ર કહેવામાં આવે છે. ભારતમાં સારા લેખકોની કમી ક્યારેય નથી રહી અને દુનિયાભરના પુસ્તકો વાંચકો સુધી પહોંચે તે ઈરાદે ભારતમાં 1972માં પહેલીવાર વિશ્વ પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું. 18 માર્ચથી 4 એપ્રિલ સુધી રાજધાનીના પ્રગતિ મેદાનમાં લગાવવામાં આવેલ આ મેળામાં 200થી વધુ પ્રકાશકોએ ભાગ લીધો અને ત્તકાલીન રાષ્ટ્રપતિ વીવી ગિરીએ તેનું ઉદ્ઘાટન કર્યું. ત્યારથી જ ભવ્યતા સાથે પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 18 માર્ચની તારીખા ઈતિહાસમાં હિન્દી સિનેમાના અભિનેતા અને નિર્માતા શશિ કપૂરના જન્મદિવસ તરીકે પણ નોંધાયેલ છે. પદ્મભૂષણ ્ને દાદા સાહેબ ફાળકે અવોર્ડથી સન્માનિત શશિ કપૂરનો જન્મ 18 માર્ચ 1938ના રોજ કોલકાતામાં થયો. શશિ કપૂરે એક તરફ મસાલા ફિલ્મોમાં અભિનય કર્યો તો બીજી તરફ વિકસિત થઈ રહેલ સમાંતર સિનેમા આંદોલનને સમર્થન આપ્યું. ચાર ડિસેમ્બર 2017ના રોજ તેમનું નિધન થયું.
વિવિધ વર્ષની 18 માર્ચે બનેલી ઐતિહાસિક ઘટનાઓ
1801: ભારતમાં હથિયાર બનાવવાનું પહેલું કારખાનું સ્થાપિત કરાયું.
1858: ડીઝલ એન્જીનના જનક રૂડોલ્ફ ડીઝલનો જન્મ
1914: આઝાદ હિન્દ ફોજના અધિકારી ગુરબખ્શ સિંહ ઢિલ્લોંનો જન્મ
1914: આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના પૂર્વ અધ્યક્ષ નાગેન્દ્ર સિંહનો જન્મ
1915: ડિફેંસ ઑફ ઈન્ડિયા એક્ટને મંજૂરી આપવામાં આવી.
1919: રૉલેટ એક્ટ પાસ કરાયો અને તેણે 1915માં પાસ થયેલ ડિફેંસ ઑફ ઈન્ડિયા એક્ટની જગ્યા લીધી. જેના દ્વારા ભારતીયોના નાગરિક અને રાજનૈતિક અધિકારોને કચડવાનું કામ કરવામાં આવ્યું.
1922: મહાત્મા ગાંધીને કારાવાસની સજા સંભળાવવામાં આવી.
1938: હિન્દી સિનેમા જગતના પ્રસિદ્ધ અભિનેતા શશિ કપૂરનો જન્મ.
1940: ઈટલી શાસક મુસોલિની, હિટલરની વાતમાં આવી યુદ્ધમાં પ્રવેશવા માટે સહમત થયા
1944: નેતાજી સુભાષ ચંદ્ર બોસના નેતૃત્વમાં આઝાદ હિંદ ફૌજે બર્માની સીમા પાર કરી ભારતમાં પ્રવેશ કર્યો.
1965: રશિયન અંતરિક્ષ યાત્રી એલેક્સી લિયોનોવ અંતરિક્ષમાં પ્રવેશનાર પહેલા વ્યક્તિ બન્યા.
1972: વિશ્વ પુસ્તક મેળાની શરૂઆત
1980: સમાજશાસ્ત્રી અને મનોવૈજ્ઞાનિક એરિક ફોર્મનું નિધન
2000: યુગાન્ડામાં 230 લોકોએ સામુહિક આત્મહત્યા કરી.
સમયનું ચક્ર: જાણો ઈતિહાસમાં 17 માર્ચના દિવસે શું બન્યું હતું