Pics: દેશભરમાં જન્માષ્મીની ધૂમ, પીએમ મોદી-રાષ્ટ્રપતિએ પાઠવી શુભકામનાઓ
આજે સમગ્ર દેશમાં જન્માષ્મી ધૂમધામથી મનાવવામાં આવી રહી છે. ઠેર ઠેર દહીં હાંડીનું આયોજન કરવામાં આવ્યુ છે. સમગ્ર દેશ વાસુદેવનંદનની ભક્તિમાં ગળાડૂબ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અવસર પર દેશવાસીઓને જન્માષ્ટમીની શુભકામનાઓ પાઠવી છે. મોદીએ ટ્વિટ કરીને કહ્યુ છે કે શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના પાવન અવસર પર બધાને હાર્દિક શુભકામનાઓ. જય શ્રીકૃષ્ણ.

પીએમ મોદીની શુભકામનાઓ
મોદીએ ટ્વિટ કરીને કહ્યુ છે કે શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના પાવન અવસર પર બધાને હાર્દિક શુભકામનાઓ. જય શ્રીકૃષ્ણ.
|
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ
પીએમની જેમ જ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્ર એમ વેંકૈયા નાયડુ સહિત ઘણા મોટા નેતાઓએ શ્રીકૃષ્ણ જન્માષ્મીના અવસર પર દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી છે.
|
જન્માષ્મી પર વિશેષ સંયોગ
તમને જણાવી દઈએ કે આ વખતે જન્માષ્મી પર કંઈક વિશેષ સંયોગ બની રહ્યા છે. પંચાંગો અનુસાર આ વખતે જન્માષ્મી પર વૃષભ લગ્ન, અષ્ટમી તિથિ અને રોહિણી નક્ષત્રનો સંયોગ બની રહ્યો છે જે દ્વાપર યુગમાં શ્રીકૃષ્ણના જન્મનો સમય બન્યો હતો.
|
દેશભરમાં જન્માષ્ટમીની ધૂમ
ઉલ્લેખનીય છે કે ભગવાન શ્રીકૃષ્ણ ભગવાન વિષ્ણુના 8 માં અવતાર માનવામાં આવે છે. તેમને કનૈયો, શ્યામ, કેશવ, દ્વારકેશ. દ્વારકાધીશ, વાસુદેવ વગેરે નામોથી પણ ઓળખવામાં આવે છે.
|
કૃષ્ણનો જન્મ દ્વાપર યુગમાં
કૃષ્ણ નિષ્કામ કર્મયોગી, એક આદર્શ દાર્શનિક, સુસજ્જ મહાન પુરુષ માનવામાં આવે છે. તેમનો જન્મ દ્વાપર યુગમાં થયો હતો. તેમને આ યુગના સર્વશ્રેષ્ઠ પુરુષ, યુગપુરુષ કે યુગાવતારનું સ્થાન આપવામાં આવ્યુ છે.

ખાસ વાતો
તમને જણાવી દઈએ કે ભગવાન શ્રીકૃષ્ણને ચમેલીનું ફૂલ ખૂબ પસંદ હતુ, એટલા માટે તને તેમને આજે પૂજામાં ચમેલીની માળા પહેરાવી શકો છો.

બાળકોએ ધર્યુ કાનાનું રૂપ
આજે મથુરાનું દરેક મંદિર નવવધુની જેમ સજ્યુ છે. બાળકો કાનાના રૂપમાં કપડા પહેરેલા જોવા મળે છે.
આ પણ વાંચોઃ આવકવેરો ભરવાનું ચૂકી ગયા હોવ તો હવે આ રીતે ફાઈલ કરો IT રિટર્ન