For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

''આજે ભલે ગોળી મારો કે લાશો પાડો, ઘર નહી છોડીએ''

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 12 જૂન: મુંબઇની કેમ્પા કોલા સોસાયટીમાં બનેલા બિનધિકૃત ફ્લેટ્સને ખાલી કરવામાં હવે માત્ર કેટલાંક જ કલાકો બચ્યા છે. કેમ્પા કોલાના 96 બિનઅધિકૃત ફ્લેટ્સમાં રહેનારા લોકોએ પોતાના મકાન છોડીને આજે સાંજે પાંચ વાગ્યા સુધી જવું પડશે. સરકાર અને સુપ્રીમ કોર્ટના તમામ દરવાજા બંધ થઇ ચૂક્યા છે, પરંતુ લોકોની આશાઓ હજી બંધાયેલી છે. તેમનું કહેવું છે કે તેઓ કોઇપણ હાલતમાં પોતાના ઘરોની ચાવી આપશે નહીં.

સોસાયટીના કંપાઉંડમાં જ ધરણા પર બેઠેલા લોકોએ જણાવ્યું કે આજે ભલે કોર્ટની માનહાનિનો મામલો ચાલે કે પછી પોલીસ જબરદસ્તી અમને હટાવે અમે કોઇપણ કિંમતે આ જગ્યાને છોડીશું નહીં.

લોકોએ જણાવ્યું કે આજે સરકાર અને બીએમસી અમને હટાવવા માટે ફોર્સ લઇને આવી રહી છે. આ ફોર્સ તે સમયે બિલ્ડરને હટાવવા માટે કેમ આવી નહીં. તે સમયે સરકારે યોગ્ય ભર્યા હોત આજે અમારે આ કિંમત ચૂકવવી ના પડી હોત. લોકોએ કહ્યું કે આજે ભલે પોલીસ ગોળી મારે કે લાશો પડે પરંતુ અમે અમારુ ઘર નહીં છોડીએ.

શું છે કેમ્પા કોલા સોસાયટી વિવાદ

સવાલ ઉઠે છે કે આખરે શા માટે આ લોકોને તેમનું ઘર છોડવું પડી રહ્યું છે, જીવનભરની તેમની કમાણી શા માટે છીનવવામાં આવી રહી છે. આખરે શું છે કેમ્પા કોલા સોસાયટીમાં ગેરકાનૂની અને લોકો સાથે ઠગાઇની કહાણી...આવો જોઇએ સ્લાઇડરમાં...

કેમ્પા કોલા સોસાયટીની કહાણી...

કેમ્પા કોલા સોસાયટીની કહાણી...

1981માં કેમ્પા કોલાની જમીન પર બિલ્ડિંગ બનાવવાની પરવાનગી ત્રણ બિલ્ડર્સ યૂસુફ પટેલ, બીકે ગુપ્તા અને પીએસબી કંસ્ટ્રક્શનને મળી.

કેમ્પા કોલા સોસાયટીની કહાણી...

કેમ્પા કોલા સોસાયટીની કહાણી...

1983માં બિલ્ડરે 5-5 માળની 9 ઇમારત બનાવવાનો પ્લાન બીએમસીને સોંપ્યો, જેને મંજૂરી મળી ગઇ.

કેમ્પા કોલા સોસાયટીની કહાણી.

કેમ્પા કોલા સોસાયટીની કહાણી.

પરંતુ બાદમાં બિલ્ડરે પ્લાન બદલીને વધારે માળના ફ્લેટનો પ્લાન બીએમસીને સુપરત કર્યો જે નામંજૂર થઇ ગયો.

કેમ્પા કોલા સોસાયટીની કહાણી.

કેમ્પા કોલા સોસાયટીની કહાણી.

પછી 5 માળની મંજૂરીના હિસાબથી બિલ્ડર્સે નિર્માણ કાર્ય શરૂ કરી દીધું. પરંતુ બીએમસીની નોટિસ છતાં બિલ્ડરે ખોટી રીતે ઘણા ફ્લેટ્સ બનાવી દીધા.

કેમ્પા કોલા સોસાયટીની કહાણી.

કેમ્પા કોલા સોસાયટીની કહાણી.

1989 સુધી તમામ બિલ્ડિંગ બનાવીને લોકોને ફ્લેટ્સ વેચી દેવામાં આવ્યા.

કેમ્પા કોલા સોસાયટીની કહાણી.

કેમ્પા કોલા સોસાયટીની કહાણી.

જ્યારે ફ્લેટ વેચાઇ ગયા ત્યારે બીએમસીએ પોતાનો રિપોર્ટ આપી અને જણાવ્યું કે બિલ્ડર્સે ગેરકાનૂની નિર્માણ કર્યું છે.

કેમ્પા કોલા સોસાયટીની કહાણી.

કેમ્પા કોલા સોસાયટીની કહાણી.

બીએમસી આ મામલાને કોર્ટમાં લઇને ગઇ. પહેલા સિવિલ કોર્ટ, પછી હાઇકોર્ટ અને છેલ્લે સુપ્રીમ કોર્ટ.

કેમ્પા કોલા સોસાયટીની કહાણી.

કેમ્પા કોલા સોસાયટીની કહાણી.

જોકે કેમ્પા કોલામાં રહેતા લોકોને ક્યાય રાહત મળી નહી, જેમણે પોતાની જીવનભરની કમાણી એક ઘર બનાવવામાં લગાવી દીધી હતી.

કેમ્પા કોલા સોસાયટીની કહાણી.

કેમ્પા કોલા સોસાયટીની કહાણી.

સરકારે પણ હાત ઊંચા કરી દીધા છે, જ્યારે અન્ય રાજનૈતિક દળ પણ પોતાને કોર્ટના આદેશ સામે વામણા ગણાવી રહ્યા છે.

કેમ્પા કોલા સોસાયટીની કહાણી.

કેમ્પા કોલા સોસાયટીની કહાણી.

આખરે જ્યારે ગેરકાનૂની રીતે બિલ્ડિંગ બની રહી હતી ત્યારે બીએમસી ક્યાં હતી?

કેમ્પા કોલા સોસાયટીની કહાણી.

કેમ્પા કોલા સોસાયટીની કહાણી.

બિલ્ડર પર માત્ર થોડાક જ લાખનો દંડ શા માટે લાગ્યો?

કેમ્પા કોલા સોસાયટીની કહાણી.

કેમ્પા કોલા સોસાયટીની કહાણી.

બિલ્ડર પર લોકો સાથે છોતરપિંડી કરવાનો કેસ શા માટે ચલાવવામાં નથી આવતો?

કેમ્પા કોલા સોસાયટીની કહાણી.

કેમ્પા કોલા સોસાયટીની કહાણી.

શા માટે બિલ્ડર પાસેથી લોકોના નુકસાનની ભરપાઇ કરવામાં નથી આવતી?

English summary
Today is last day but Campa Cola residents refuse to move.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X