For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે PM મોદી G20 સમિટમાં ભાગ લેશે

ભારતીય વિદેશ મંત્રાલયે સોમવારના રોજ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 ઓક્ટોબરના રોજ અફઘાનિસ્તાન પર 'ગ્રુપ ઓફ 20' ના નેતાઓ સાથેની સમિટમાં ભાગ લેશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : ભારતીય વિદેશ મંત્રાલયે સોમવારના રોજ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 ઓક્ટોબરના રોજ અફઘાનિસ્તાન પર 'ગ્રુપ ઓફ 20' ના નેતાઓ સાથેની સમિટમાં ભાગ લેશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, મોદી ઇટાલીના રાષ્ટ્રપતિના આમંત્રણ પર સમિટમાં હાજરી આપી રહ્યા છે અને તેઓ વર્ચ્યુઅલ રીતે આ કાર્યક્રમમાં હાજરી આપશે. ( તસવીર પ્રતિકાત્મક છે)

PM મોદી

વડાપ્રધાન G20 સમિટમાં ભાગ લેશે

ભારતના વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડતા જણાવ્યું હતું કે, G20 સમિટના એજન્ડામાં યુદ્ધગ્રસ્ત રાષ્ટ્રમાં માનવીય જરૂરિયાતો અને અફઘાનિસ્તાનમાં મૂળભૂત સેવાઓ અને આજીવિકાની પહોંચ સુનિશ્ચિત કરવા અંગેની ચર્ચાઓનો સમાવેશ થશે, જેને તાલિબાન દ્વારા આ વર્ષે ઓગસ્ટમાં કબ્જો મેળવવામાં આવ્યો હતો. ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, G20 સમિટનો એજન્ડા આતંકવાદ સામેની લડાઈમાં ગતિશીલતા લાવવાનો અને માનવાધિકાર અને સ્થળાંતરની સમસ્યાઓ પર પ્રકાશ પાડવાનો રહેશે.

ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉ અફઘાનિસ્તાન પર શાંઘાઈ સહયોગ સંગઠન-સામૂહિક સુરક્ષા સંધિ સંગઠન (SCO-CSTO) આઉટરીચ સમિટમાં ભાગ લીધો હતો. આ અગાઉ G20 દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે ભાગ લીધો હતો.

20 સૌથી મોટી અર્થવ્યવસ્થાઓની બેઠક

વિશ્વની 20 સૌથી મોટી અર્થવ્યવસ્થાના નેતાઓ વચ્ચેની અસાધારણ બેઠકની જાહેરાત 29 સપ્ટેમ્બરના રોજ ઇટાલીના વડાપ્રધાન મારિયા ડ્રગીએ કરી હતી. આ બેઠક 30 અને 31 ઓક્ટોબરના રોજ G20 નેતાઓ વચ્ચે વર્ચ્યુઅલ બેઠક દ્વારા થશે.

ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, G20 વિશ્વની 20 મોટી અર્થવ્યવસ્થાઓ ધરાવે છે અને આંતરરાષ્ટ્રીય સર્વસંમતિ બનાવવામાં મદદ માટે એક મહત્વનું મંચ છે. જેમાં અફઘાનિસ્તાનનું સંકટ મુખ્યત્વે ઉઠાવવામાં આવશે. સમાચાર એજન્સી રોઇટર્સના અહેવાલ મુજબ મારિયા ડ્રેગીએ તાજેતરમાં જ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને અફઘાનિસ્તાનને મદદ કરવા અપીલ કરી હતી અને આવનારા સમયમાં કટોકટીનો સામનો કરવા માટે એક ખાસ યોજનાની પણ માગ કરી હતી.

આતંકવાદ પર થશે ચર્ચા

ઉલ્લેખનીય છે કે, G20 દેશો વિશ્વની કુલ અર્થવ્યવસ્થામાં 85 ટકા હિસ્સો ધરાવે છે અને ભારત તેનો મુખ્ય સભ્ય છે. આ સાથે આ વખતે G20 સમિટમાં આતંકવાદ નાબૂદી પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.

માનવાધિકાર અને અફઘાનિસ્તાનમાં મહિલાઓની દયનીય સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવશે અને તાલિબાનને સરકાર બનાવવા માટે કહેવામાં આવશે, જેમાં તમામ વર્ગોનું પ્રતિનિધિત્વ હોય. આ ઉપરાંત મહિલાઓના માનવ અધિકારો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. યુરોપિયન દેશોએ પણ આતંકવાદ અને અફઘાનિસ્તાન કટોકટીમાંથી સ્થળાંતર કરનારાઓના પ્રવાહ અંગે ઉંડી ચિંતા વ્યક્ત કરી છે.

English summary
Indian Prime Minister Narendra Modi will virtually participate in the G20 summit tomorrow. The President of Italy has sent an invitation to PM Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X