For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાંચો 21 નવેમ્બરે કઇ-કઇ બાબતો રહી ખાસ

|
Google Oneindia Gujarati News

આજે દેશભરમાં અને વિદેશમાં બનેલી કેટલીક ખાસ ઘટનાઓ જે તે સમયે નહીં જોઇ શકવાનો રંજ દરેક માહિતી મેળવવા માગતા વાંચકોને રહેતો હોય છે, ત્યારે તેમને ધ્યાનમાં રાખીને અહીં એવા જ કેટલાક સમાચારોને તસવીરોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ક્યાંક રાજકિય કાવાદાવાઓની વાત છે, ક્યાંક વિરોધ પ્રદર્શનોની વાત છે, ક્યાંક ખુલાસાઓની વાત છે, ક્યાંક ફિલ્મ જગત સાથે જોડાયેલા સમાચારો છે તો ક્યાંક ક્રિકેટ અને રમત-જગત સાથે જોડાયેલા સમચારો છે.

આજના કેટલાક ટોપ સમાચાર અંગે વાત કરવામાં આવે તો ક્રિકેટ અંગે વાત કરીએ ભારતીય ક્રિકેટ ટીમ દ્વારા શાનદાર બોલિંગ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેના કારણે વેસ્ટ ઇન્ડિઝ માત્ર 211 રન જ નોંધાવી શક્યું હતું. રાજકારણ અંગે વાત કરવામાં આવે તો કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા લખનઉમાં વિધાનસભા ખાતે ઘેરાવ કરવામાં આવતા પોલીસ લાઠીચાર્જ કર્યો હતો. બૉલીવુડ સંબંધિત સમાચાર અંગે વાત કરવામાં આવે તો 44માં આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં મનોજ કુમાર અને સુભાષ ઘાઇએ હાજરી આપી હતી. આવા જ કેટલાક સમાચાર અહીં તસવીરો થકી જણાવવામાં આવ્યા છે.

સુરેશ રૈનાની શાનદાર બોલિંગ

સુરેશ રૈનાની શાનદાર બોલિંગ

ભારતીય ઓલ રાઉન્ડર સુરેશ રૈનાએ શાનદાર બોલિંગ પ્રદર્શન કરીને વેસ્ટ ઇન્ડિઝની ત્રણ વિકેટ ઝડપી હતી.

ઓમર અબ્દુલાહની રેલી

ઓમર અબ્દુલાહની રેલી

પુલવામા જિલ્લાના ત્રાલમાં એક જાહેર સભાને સંબોધી રહેલા જમ્મૂ અને કાશ્મિરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલાહ.

ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક મહિલા એસોસિએશન

ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક મહિલા એસોસિએશન

ગયામાં ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક મહિલા એસોસિએશનના નેશનવ કોન્વેકેશનમાં ભાગ લઇ રહેલા સીપીએમ નેતા વ્રિંદા કરાત, સુભાષિની અલી અને સુધા સુંદર રમન.

પ્લાસ્ટિક બેગના ઉપયોગ વિરુદ્ધ રેલી

પ્લાસ્ટિક બેગના ઉપયોગ વિરુદ્ધ રેલી

હૈદરાબાદમાં પ્લાસ્ટિક બેગના ઉપયોગના વિરુદ્ધમાં યોજાયેલી જાગૃતિ રેલીમાં ભાગ લઇ રહેલા વિદ્યાર્થીઓ.

શાનદાર ફિલ્ડિંગ

શાનદાર ફિલ્ડિંગ

સૌરાષ્ટ્રના યુવા ખેલાડી રવિન્દ્ર જાડેજા દ્વારા વેસ્ટ ઇન્ડિઝ સામેની મેચમાં શાનદાર બોલિંગ અને ફિલ્ડિંગ કરવામાં આવી હતી.

મહિલાઓની સુરક્ષા માટે રેલી

મહિલાઓની સુરક્ષા માટે રેલી

ગુવાહાટીમાં મહિલાઓની સુરક્ષા માટે સાડુ આસામ પ્રગતિશિલ નારી સંસ્થાના સભ્યો દ્વારા રેલી યોજવામાં આવી હતી.

44મો આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ

44મો આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ

ગોવાના પણજીમાં 44માં આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં હાજર રહેલા કેન્દ્રીય મંત્રી મનિષ તિવારી, અભિનેતા મનોજ કુમાર, મનોજ વાજપાયી અને ડિરેક્ટર સુભાષ ઘાઇ.

મુંબઇમાં સ્લમ વિસ્તારમાં આગ

મુંબઇમાં સ્લમ વિસ્તારમાં આગ

મુંબઇના સ્લમ વિસ્તાર આંબેડકર નગરમાં આગ લાગ્યા બાદ ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો.

ગુણવાન પોલીસ કર્મીઓને મેડલ

ગુણવાન પોલીસ કર્મીઓને મેડલ

કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા સુશિલ કુમાર શિંદે દ્વારા ગુણવાન પોલીસ કર્મીઓને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.

માર્શલ આર્ટ્સ

માર્શલ આર્ટ્સ

ભુવનેશ્વરમાં હરેકૃષ્ણ મહતાબની 116મી જન્મ જયંતિ નિમિત્તે પોતાના માર્શલ આર્ટ્સની કળા દર્શાવી રહેલા યુવાનો.

બીઆરઆઇસીએસ ઇન્ટરનેશનલ કોમ્પિટિશન કોન્ફરન્સ

બીઆરઆઇસીએસ ઇન્ટરનેશનલ કોમ્પિટિશન કોન્ફરન્સ

ત્રીજી બીઆરઆઇસીએસ ઇન્ટરનેશનલ કોમ્પિટિશન કોન્ફરન્સના ઉદ્ઘાટન સમયે હાજર રહેલા વડા પ્રધાન મનમોહન સિંહ અને કોર્પોરેટ અફેર્સ મિનિસ્ટર સચિન પાઇલોટ.

કોંગી કાર્યકરો પર લાઠીચાર્જ

કોંગી કાર્યકરો પર લાઠીચાર્જ

લખનઉમાં ફૂટ સિક્યોરિટી બિલને લઇને વિધાનસભાનો ઘેરાવ કરી રહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓ પર યુપી પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો.

English summary
here is some top news with photos.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X