ટુલકીટ બનાવનારાઓની ખુલશે પોલ, દિલ્હી પોલીસે ગૂગલ સહિત અન્ય સોશિયલ મીડિયા પાસે માંગી જાણકારી
ખેડૂત આંદોલનના સમર્થનમાં બહાર આવેલા આબોહવા કાર્યકર્તા ગ્રેટા થનબર્ગે ટ્વીટર પર એક "ટૂલકીટ" શેર કરી. જે બાદ દિલ્હી પોલીસના સાયબર સેલે આ મામલે એફઆઈઆર નોંધી. દિલ્હી પોલીસ હવે ટૂલકિટ બનાવરાઓને છતા કરવાનો પ્રયાસ કરી રહી છે. આ જ ક્રમમાં દિલ્હી પોલીસે શુક્રવારે (06 ફેબ્રુઆરી) ગુગલ અને અન્ય સોશિયલ મીડિયા કંપનીના ઇમેઇલ આઈડી, ડોમેન યુઆરએલ પર ટૂલકિટ બનાવનારાઓના સંબંધમાં માહિતી આપવા કહ્યું છે.
દિલ્હી પોલીસે પોતાની એફઆઈઆરમાં દાવો કર્યો છે કે ટૂલકિટનો હેતુ ભારત સરકાર સામે સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક યુદ્ધ ચલાવવાનું હતું. એફઆઈઆરમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ગ્રેટા થનબર્ગ દ્વારા વહેંચાયેલ ટૂલકીટ ખાલિસ્તાનના સમર્થકો દ્વારા બનાવવામાં આવી છે.
સાયબર સેલના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ અન્યેશ રોયે જણાવ્યું હતું કે અમે ગૂગલ અને અન્ય સોશિયલ મીડિયા કંપનીઓને પત્ર લખ્યો છે જેમણે સોશિયલ મીડિયા પર એકાઉન્ટ્સ બનાવ્યાં છે, દસ્તાવેજો અપલોડ કર્યા છે અને ટૂલકિટ્સ વહેંચી છે તેમના વિશે માહિતી મેળવે છે. તેઓએ જણાવ્યું છે કે "ટૂલકિટ" માં ઉલ્લેખિત ઇમેઇલ, ડોમેન યુઆરએલ અને કેટલાક સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ વિશેની માહિતી પણ માંગવામાં આવી છે. આ દસ્તાવેજ ગૂગલ ડોક દ્વારા અપલોડ કરવામાં આવ્યો હતો અને પછીથી તે ટ્વિટર પર શેર કરવામાં આવ્યો હતો.
મિયા ખલીફા હોશમાં આઓનું ગૂગલ ટ્રાંસલેટ થયું ફેલ, બન્યા મજાક