For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ રહ્યા ભારતના 10 ખતરનાક શહેરો, કયા નંબર પર છે આપનું શહેર?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 4 જૂન: ભારત પર આતંકવાદી હુમલાનો ખતરો હંમેશા રહ્યો છે. આપણી સરકાર અને આપણી શેરદીલ સેના 24 કલાક સાવધાન રહીને આતંકવાદીઓ સામે આપણને રક્ષણ આપે છે. સુરક્ષાની વ્યાપક પ્રમાણમાં વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ તમામ વ્યવસ્થા છતાં ભારતના કેટલાંક શહેર એવા છે જ્યાં આતંકવાદી હુમલાનો ભય હંમેશા વધારે રહે છે.

જોકે વેરિસ્ક મેપલક્રોફ્ટ તરફથી દુનિયાભરના 1300 શહેરોનું વિશ્લેષણ કરીને એક લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. આ લિસ્ટ અનુસાર મિડલ ઇસ્ટ અને એશિયાના 64 અને યૂરોપના ત્રણ શહેર આતંકી હુમલાને ધ્યાનમાં રાખતા સૌથી વધારે સંવેદનશીલ સાબિત થયા છે. વિશ્લેષણ અનુસાર ભારતમાં કુલ 113 શહેર એવા છે, જ્યાં આતંકી હુમલાનો ખતરો વધારે છે. આપને તે 10 શહેરો અંગે જણાવીએ જ્યાં આતંકી હુમલાનું રિસ્ક સૌથી વધારે છે.

એટલે કે આતંકી હુમલાને ધ્યાનમાં રાખતા આ શહેરો સૌથી વધારે ખતરનાક છે.

સૌથી ખતરનાક શહેર

સૌથી ખતરનાક શહેર

આતંકી હુમલાને પગલે સૌથી ખતરનાક શહેરોની સૂચિમાં પહેલા નંબર પર નોર્થ ઇસ્ટના શહેરમાં ઇંફાલનો આવે છે. તેને દુનિયાનું 32મુ સૌથી ખતરનાક શહેર ગણાવવામાં આવ્યું છે, જ્યારે દેશમાં તે સૌથી ખતરનાક છે.

ધરતીના સ્વર્ગમાં પણ ખતરો

ધરતીના સ્વર્ગમાં પણ ખતરો

ધરતીના સ્વર્ગ સમાન જમ્મુ અને કાશ્મીર ખતરનાક શહેરોની સૂચિમાં બીજા નંબર પર છે. જેને દુનિયાનું 49મુ સૌથી ખતરનાક શહેર ગણાવવામાં આવ્યું છે. જ્યારે ભારતમાં તેને એક્સટ્રીમ લિસ્ટમાં નાખવામાં આવ્યું છે.

અત્રે રહો છો તો જરા સાવધાન રહો

અત્રે રહો છો તો જરા સાવધાન રહો

દેશના ખતરનાક શહેરોની સૂચિમાં ત્રીજા સ્થાને ચેન્નઇ આવે છે. તેને દુનિયાના 173મા સૌથી ખતરનાક શહેર બતાવવામાં આવ્યું છે. તેને આતંકવાદી હુમલાના નજરીયાથી મોડિયમ એક્સટ્રીમ સૂચીમાં રાખવામાં આવ્યું છે.

બેંગલોર: જરા સંભાળીને

બેંગલોર: જરા સંભાળીને

આઇટી હબ બેંગલુરુને પણ ખતરનાક શહેરોની સૂચિમાં ચોથુ સ્થાન મળ્યું છે. તેમાં દુનિયાભરના ખતરનાક શહેરોમાં 204મો ક્રમ પ્રાપ્ત છે.

પુણેવાસીઓ સંભાળીને

પુણેવાસીઓ સંભાળીને

પુણે પર મંડરાઇ રહ્યો છે આતંકી ખતરો. મુંબઇની પાસે આવેલા શહેર પુણે ખતરના દ્રષ્ટિકોણથી 5માં સ્થાન પર છે. તેને વૈશ્વિક સ્તર પર 206મું સ્થાન મળ્યું છે.

ખતરનાને લઇને થઇ રહ્યા એલર્ટ

ખતરનાને લઇને થઇ રહ્યા એલર્ટ

દક્ષિણના શહેરો પર પણ આતંકી ખતરો. હૈદરાબાદને ખતરાની દ્રષ્ટિએ છટ્ઠા સ્થાન પર રાખવામાં આવ્યું છે. વૈશ્વિક સૂચિમાં તેને 207મું સ્થાન પ્રાપ્ત છે.

નાગપુર પણ ભયના ઓથારે

નાગપુર પણ ભયના ઓથારે

નાગપુરમાં રહેનારા લોકો જરા સાવધાન થઇ જાવ. આતંકવાદી હુમલાના પગલે તેને 7મા નંબર પર રાખવામાં આવ્યું છે. વૈશ્વિક સ્તર પર તેને 210મા સ્થાન પર રાખવામાં આવ્યું છે.

કોલકાતામાં સંભાળીને

કોલકાતામાં સંભાળીને

કોલકાતાનો પણ આ શહેરોની સૂચિમાં આવે છે. કોલકાતાને આતંકવાદી હુમલાને પગલે 8મા સ્થાન પર રાખવામાં આવેલ છે. જ્યારે તેને વિશ્વસ્તરે 212મું સ્થાન મળ્યું છે.

મુંબઇ ખાસ

મુંબઇ ખાસ

આતંકવાદીઓની નજર આર્થિક રાજધાની મુંબઇ પર ટકેલી છે. પહેલા પણ મુંબઇ હુમલાનો શિકાર થઇ ચૂકી છે. એટલા માટે અત્રેની સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. આતંકવાદી હુમલાના પગલે તેને 9મુ સ્થાન મળ્યું છે.

દેશમાં દિલ્હી છે સુરક્ષિત

દેશમાં દિલ્હી છે સુરક્ષિત

આતંકી હુમલાના પગલે દિલ્હી આ લિસ્ટમાં છેલ્લા ક્રમે આવે છે. 1300 શહેરોની સૂચિમાં દિલ્હીને 10મો ક્રમ મળ્યો છે. રાષ્ટ્રીય રાજધાની હોવાના કારણે અત્રેની સુરક્ષા અભેદ્ય છે.

English summary
There are almost 113 cities in India which are under threat from terror activities, according to a report. Here are top 10 cities which have extreme risk of a terrorist attack.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X