• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વિશ્વના આ 10 દેશ પાસે છે સૌથી શક્તિશાળી સેના

By Kumar Dushyant
|

જ્યાં સુધી દુનિયામાં સૌથી શક્તિશાળી સેનાઓની યાદીનો સવાલ છે, પશ્વિમના સામાન્ય નામવાળા દેશ હવે વધુ પ્રભાવશાળી રહ્યાં નથી. હવે વિશ્વના દરેક દેશ બહારી આક્રમણોથી બચવા અને પોતાના દેશની સુરક્ષા માટે પોતાના સૈન્ય સંખ્યાબળને વધારવા અને તેને મજબૂતી પ્રદાન કરવા માટે તેમના પર અરબો રૂપિયા ખર્ચ કરવા માટે તૈયાર છે.

તેમાં કોઇ આશ્વર્યની વાત નથી કે વિશ્વની સૌથી શક્તિશાળી સેનાઓની આ યાદીમાં સૌથી પહેલું નામ અત્યાધુનિક હથિયારોથી સજ્જ અને મજબૂત અસેના શક્તિવાળો દેશ, અમેરિકાનો આવે છે.

ભારત ભલે કોઇપણ મુદ્દે ગમે તેટલો પાછળ કેમ ના હોય, પરંતુ જ્યારે વાત વિશ્વની શક્તિશાળી સેનાઓની આવે છે, તો આપણો દેશ ચીન બાદ ચોથો નંબરે આવે છે. આવો જાણીએ કે અત્યારે વિશ્વમાં સૌથી તાકાતવર અને અત્યાધુનિક સેનાઓ કયા દેશ પાસે છે.

અમેરિકા

અમેરિકા

વર્લ્ડની શક્તિશાળી સેનાઓમાં સૌથી પહેલાં અમેરિકાનું નામ આવે છે. પોતાના અત્યાધુનિક હથિયારોની સાથે-સાથે 2,130 ક્રુજ મિસાઇલ, 450 બૈલિસ્ટિક મિસાઇલ અને 19 વિમાન વાહક છે, જે હવાથી હવામાં પ્રહાર કરવામાં સક્ષમ છે. યૂએસ પોતાના ડિફેંસ ફોર્સ પર બાકી દેશોની તુલાનામાં દસ ગણા પૈસા ખર્ચ કરે છે. પોતાના અત્યાધુનિક હથિયારો અને મજબૂત જહાજના કારણે આ વિશ્વની સૌથી શક્તિશાળી નૌસેના છે.

રૂસ

રૂસ

રૂસ, હથિયારોની દુનિયામાં સૌથી મોટો નિર્યાતક દેશ છે. તેની પાસે સૌથી મજબૂત ટેંક ફોર્સ છે, જો કે 15,500ની સંખ્યામાં છે. તેની પાસે કુલ સક્રિય સૈન્ય સંખ્યા 760,000 છે.

ચીન

ચીન

આ દેશની આર્મી સૌથી મોટી છે અને આ પોતાની મિલિટ્રી તથા ડિફેંસ પર ખર્ચ કરનાર બીજો સૌથી મોટો દેશ ગણવામાં આવે છે. અત્યારે ચીનની પાસે 2.5 લાખ કર્મીઓની મિલિટ્રી સ્ટ્રેંથ છે. આ દેશે ઘણી હદ સુધી આયાતમાં કાપ કર્યો છે અને હવે સ્વદેશી ટેક્નોલોજી કરવા પર ધ્યાન આપી રહ્યો છે.

ભારત

ભારત

અગિયાર લાખ ત્રીસ હજાર સક્રિય સૈનિકો તથા બાર લાખ રિઝર્વ સૈન્ય કર્મીઓની સેવાઓ ગ્રહણ કરનાર ભારતીય ભૂમિદળ વિશ્વની સૌથી મોટી સેના છે. ભારતીય ભૂમિદળની સ્થાપના સન 1947માં ભારતને સ્વતંત્રતા મળ્યા બાદ થઇ હતી. આ દેશ પોતાની સેના પર 46 અરબ ડોલર ખર્ચ કરે છે અને સમયની સાથે તેને વધારવાની આશા ધરાવે છે.

બ્રિટન

બ્રિટન

ગત પાંચ વર્ષોમાં બ્રિટનનું ડિફેંસ બજેટ 20 ટકા સુધી નીચે છે. આ દેશે પોતાની સૈન્યા સંખ્યાને પણ 20 ટકા સુધી ઓછી કરવાની યોજના બનાવી છે. અત્યરે બ્રિટન ટેક્નોલોજીને વધારવા અને રિસર્ચમાં સુધારો કરવા તરફ પગલાં વધારી રહ્યો છે. બ્રિટન સૌથી શક્તિશાળી સેનાઓની યાદીમાં પાંચમા સ્થાન પર આવે છે.

ફ્રાંસીસી સેના

ફ્રાંસીસી સેના

ફ્રાંસ પોતાની મિલિટ્રી પર 40 અરબ અમેરિકન ડોલરથી વધુ ખર્ચ કરે છે. આ ઉપરાંત તેની સેના અફઘાનિસ્તાન અને આફ્રિકામાં ખૂબ પ્રભાવાશાળી રીતે સક્રિય છે.

જર્મની

જર્મની

જર્મની યૂરોપીય સંઘમાં આર્થિક અને સૈન્ય શક્તિની તુલનાથી દૂર છે. આ નાટોનો સક્રિય સભ્ય છે, જો કે પોતાના સૈન્યના સંબંધમાં વધુ પ્રભાવશાળી ટેક્નોલોજી હોવાનો દાવો કરે છે.

જાપાન

જાપાન

આ દેશ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પોતાની આક્રમક પ્રવૃતિ માટે ઓળખાય છે. જાપાન દુનિયાની સૌથી શક્તિશાળી સેનાઓની યાદીમાં આવે છે. બીજા વિશ્વયુદ્ધમાં પરાજય બાદ, જાપાને પોતાની સેનાની સંખ્યામાં ઘણી હદ સુધી કાપ કરવા માટે મજબૂર થઇ ગયું હતું, પરંતુ આજે પોતાની વિધ્વંસક ટેક્નોલોજી ક્ષમતાના કારણે, વિશ્વની સૌથી મોટી શક્તિશાળી સેનામાંથી એક છે. દુનિયામાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાવાળો જાપાન પોતાની મિલિટ્રી પર ખૂબ હાથ ફેલાવીને રકમ ખર્ચ કરે છે.

દક્ષિણ કોરિયા

દક્ષિણ કોરિયા

અપ્રત્યાક્ષ પડોશીઓ જેમ કે, ચીન અને ઉત્તર કોરિયાની વધતી જતી ધમકીઓના લીધે દક્ષિણ કોરિયાએ એકદમ ઝડપથી પોતાની સેનાઓ પર વધુમાં વધુ ખર્ચ કરીને તેમને અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ કરીને મજબૂત બનાવી દિધી છે. તેમના દેશના 40 અરબ ડોલર સૈન્ય ખર્ચ માટે રાખવામાં આવે છે. અહી દર બીજા દિવસે અત્યાધુનિક મિસાઇલો અને વિધ્વંસક ક્ષમતાવાળા હથિયારોનો ટેસ્ટ કરવામાં આવે છે.

ઇઝરાયલી સેના

ઇઝરાયલી સેના

ઇઝરાયલની સેના સારી ટ્રેનિંગ અને સંચાલન માટે પ્રખ્યાત છે. તેની સૈન્ય સંખ્યા ભલે ઓછી હોય, પરંતુ આ વિશ્વમાં સૌથી શક્તિશાળી સેનાઓમાંથી એક ગણવામાં આવે છે. તેમની અદ્રિતિય સૈન્ય ટેક્નોલોજી તેમને સૌથી અલગ અને તાકતવર બનાવે છે. આતંકવાદ અને વૈશ્વિક સંકટોને જોતાં ઇઝરાઇલી સેના યુદ્ધ માટે હંમેશા તૈયાર રહે છે. આ દેશ પોતાના બજેટમાંથી 20 ટકા ધન પોતાના સૈન્ય ખર્ચ માટે ઉઠાવે છે.

English summary
As far as the list of most powerful armies in the world is concerned, the usual names of the west aren't entirely dominant anymore. With several countries splurging on strengthening their defences in order to defend themselves and project military might, it comes as no surprise that there are quite a few new entrants to this list of most powerful armies in the world.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more