જાણો : સ્વીસ બેંકમાં કયા દેશનું કેટલું કાળુ નાણું?
નવી દિલ્હી, 23 જૂન : ભારતમાં સ્વીસ બેંકોમાં જમા કાળા નાણાંનો વિવાદ ફરી ચગ્યો છે. ત્યારે સ્વીત્ઝરલેન્ડ સરકારના એક અધિકારીએ સ્વિસ બેંકમાં ભારતીયો દ્વારા મૂકવામાં આવેલાં નાણાની રકમનો આંક ટ્રિલિયન ડૉલરમાં હોવાના દાવાને તેમણે નકારી કાઢ્યો હતો.
સ્વિસ નેશનલ બેંક દ્વારા તાજેતરમાં જ બહાર પાડવામાં આવેલી યાદીમાં સ્વિટ્ઝરલેન્ડની 283 બેંકમાં ભારત સહિતના વિદેશીઓની જમા રકમનો કુલ આંક 1.6 ટ્રિલિયન હોવાનું દર્શાવવામાં આવ્યું હતું.
સ્વિસ બેંકોમાં ભારતીય નાગરિકોનાં નાણાંમાં 14000 કરોડ રૂપિયાનો વધારો થયો હોવા અંગે પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે આ રકમ પોતાને ભારતીય જાહેર કરનાર ખાતાધારકોની હોવાને કારણે તે કાળુનાણું હોવાની શક્યતા નથી.
નોંધનીય છે કે કરચોરીને મામલે વહીવટી સહાય આપવાને લગતા સ્વિટ્ઝરલેન્ડ સાથેના કરાર પર સહી કરનારાં 36 દેશોમાં ભારતનો પણ સમાવેશ થાય છે.
આવો જાણીએ આવા 36 દેશોમાંથી સ્વીસ બેંકોમાં બ્લેક મની રાખવામાં કયા દેશો આગળ છે તે જોઇએ...

ભારતીયોનો ફાળો માત્ર 0.15 ટકા
સ્વિટ્ઝરલેન્ડની બેંકોમાં પડી રહેલા અંદાજે કુલ 1.6 ટ્રિલિયન ડૉલરમાં ભારતીયોનો ફાળો માત્ર 0.15 ટકા જેટલો જ છે.

બ્લેક મની ધરાવતા દેશોમાં ભારત 58મા ક્રમે
સ્વિક બેંકોમાં જમા પડેલાં વિદેશી નાણાઓને મામલે વર્ષ 2013માં ભારત 58મા ક્રમે છે. વર્ષ 2012માં ભારત આ યાદીમાં 70મા ક્રમાંક પર હતું.

ભારતનું કાળુંનાણું વધ્યું
સ્વિટ્ઝરલેન્ડની મધ્યવર્તી બેંક એસએનબી દ્વારા તાજેતરમાં જ બહાર પાડવામાં આવેલી સત્તાવાર માહિતી મુજબ વર્ષ 2013 દરમિયાન સ્વિસ બેંકોમાં ભારતીય નાણાંમાં 43 ટકાનો વધારો થયો હતો અને એ રકમનો આંક વધીને 2.03 અબજ સ્વીસ ફ્રાન્ક એટલે કે રૂપિયા 14,000 કરોડ થયો હતો.

પાકિસ્તાન 74મા ક્રમે
વર્ષ 2012માં પાકિસ્તાન સ્વિસ બેંકોમાં કુલ 1.44 અબજ સ્વીસ ફ્રાન્ક રકમ સાથે 69માં ક્રમાંક પર હતું, પરંતુ વર્ષ 2013માં પાકિસ્તાનની આ રકમનો આંક ઘટીને 1.23 અબજ સ્વીસ ફ્રાન્ક થઈ જતાં પાકિસ્તાન 74મા ક્રમાંક પર સરકી ગયું હતું.

ચીન 30મા ક્રમે
ચીન આ યાદીમાં ભારત કરતાં ઘણું આગળ 30મા ક્રમાંકે છે. બ્રાઝિલ, રશિયા અને દ. આફ્રિકા પણ આ યાદીમાં ભારત કરતાં આગળ છે.

પાંચમા ક્રમે
ગર્નજી 49.6 અબજ સ્વીસ ફ્રાન્ક

ચતુર્થ ક્રમ
જર્મની 52.4 અબજ સ્વીસ ફ્રાન્ક

તૃતીય ક્રમ
વેસ્ટ ઈંડીઝ 100 અબજ સ્વીસ ફ્રાન્ક

દ્વિતીય ક્રમે અમેરિકા
અમેરિકા અંદાજે 193 અબજ સ્વીસ ફ્રાન્ક

પ્રથમ ક્રમે યુકે
સ્વિસ બેંકોમાં કુલ વિદેશી રકમનાં અંદાજે 20 ટકા જેટલા હિસ્સા સાથે યુકે અંદાજે 277 અબજ સ્વીસ ફ્રાન્ક સાથે પ્રથમ ક્રમે છે.