For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીઓકેમાં સર્જિકલ સ્ટ્રાઇકના પાંચ પુરવા આ રહ્યા, વાંચો

|
Google Oneindia Gujarati News

ભારતીય સેનાએ એલઓસી પાર કરીને પાક અધિકૃત કાશ્મીરમાં જઇને સર્જિકલ સ્ટ્રાઇક કરી આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા છે. જો કે આ વાતની સચ્ચાઇ પણ કેટલાક લોકોએ સવાલ ઉઠાવ્યા છે. પણ આ તમામની વચ્ચે કેટલાક પ્રત્યક્ષદર્શી મળ્યા છે જેમણે સર્જિકલ સ્ટ્રાઇકની પૃષ્ઠી આપી છે. અને આતંકીઓની લાશો અંગે પણ ખુલાસો કર્યો છે.

સેનાએ સ્ટ્રાઇકના 90 મિનિટના વીડિયો રિલીઝને આપી લીલી ઝંડીસેનાએ સ્ટ્રાઇકના 90 મિનિટના વીડિયો રિલીઝને આપી લીલી ઝંડી

પહેલો પુરાવો

પહેલો પુરાવો

ઇન્ડિયન એક્સપ્રેસની એક રિપોર્ટ મુજબ સીમા પાર થયેલી સર્જિકલ સ્ટ્રાઇકને લઇને પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું છે કે 28 સપ્ટેમ્બરે મોડી રાતે જોરદાર ફાયરિંગ થયું હતું. અને તે ઇમારત પણ પડી હતી જેનો ઉપયોગ આતંકવાદીઓ કરી રહ્યા હતા. પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે એલઓસીથી 4 કિમી દૂર આવેલા દુધનિયાલ ગામમાં અલ હાવી બ્રિઝ પાસે આવેલી એક મોટી ઇમારત પડી ભાંગી હતી.

બીજો પુરાવો

બીજો પુરાવો

પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે 29 ઓક્ટોબરની સવારે ટ્રકોમાં આતંકીઓના મૃત શરીરને ગુપ્ત સ્થાને દફનાવામાં આવ્યા હતા. પ્રત્યક્ષદર્શી મુજબ 5થી 6 શબોથી ભરેલી ટ્રકને નીલમ નદી નજીક લશ્કર કેમ્પમાં લઇ જવામાં આવી હતી. વળી શુક્રવારે મસ્જિદમાં પણ લોકો તેમના માટે દુઆ કરતા અને તેમનો બદલો લેવાની વાત કરતા જોવા મળ્યા હતા.

ત્રીજો પુરાવો

ત્રીજો પુરાવો

એલઓસીની તે પાર રહેલા પાંચ લોકો આ વાતની પુષ્ટિ કરી છે અને તેમણે તે જગ્યા પણ બતાવી. જે વિષે ભારત અને પાકિસ્તાન સરકારે જાણકારી આપી છે. નોંધનીય છે કે આ જગ્યા દુધનિયાલ ગામ પાસે છે જે ભારતના કુપવાડાની નજીક છે. અને આ વિસ્તારમાં બે બિલ્ડિંગો પણ પડેલી જોવા મળી છે. લોકો પણ અહીં તે દિવસે ફાયરિંગ અને ધમાકાના અવાજો સાંભળ્યા હતા.

ચોથો પુરાવો

ચોથો પુરાવો

પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે અલ હાવી બ્રિજ તે જગ્યા છે જ્યાં ધુસણખોરો સીમા પાર કરવાની પહેલા હથિયારો ભરે છે. એટલું જ નહીં તે પણ જાણવા મળ્યું છે કે ભારતની સર્જિકલ સ્ટ્રાઇકથી લશ્કર સમેત અન્ય આતંકી સંગઠનોને પણ જોરદારનો ઝટકો લાગ્યો છે.

પાંચમો પુરાવો

પાંચમો પુરાવો

પ્રત્યક્ષદર્શીએ જણાવ્યુ કે ફાયરિંગમાં જ્યાં કેટલાક આતંકીઓની મોત થઇ હતી. તો કેટલાક આતંકીઓ જંગલમાં ભાગી ગયા હતા. અને મારી ગયેલા આતંકીઓને આસપાસના વિસ્તારમાં દફનાવવામાં નથી આવ્યા. નોંધનીય છે કે સર્જિકલ સ્ટ્રાઇકમાં ભારતે કેટલા આંતકીઓને માર્યા તે અંગે ભારતીય સેનાએ હજી સુધી કોઇ સ્પષ્ટ ખુલાસો નથી કર્યો.

English summary
Top five proofs of surgical strike done by indian army in pok.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X