For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુપીમાં ભારે વરસાદથી ભયંકર તબાહી, 72 કલાકમાં 65 લોકોની મૌત

ફરી એકવાર ભારે વરસાદે ઉત્તરપ્રદેશમાં ભારે તબાહી મચાવી છે. છેલ્લા 72 કલાકમાં તોફાનને કારણે પ્રદેશના 39 જિલ્લાઓમાં 65 લોકોની મૌત થઇ ચુકી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ફરી એકવાર ભારે વરસાદે ઉત્તરપ્રદેશમાં ભારે તબાહી મચાવી છે. છેલ્લા 72 કલાકમાં તોફાનને કારણે પ્રદેશના 39 જિલ્લાઓમાં 65 લોકોની મૌત થઇ ચુકી છે. જયારે 57 લોકો ઘાયલ થયા છે. તેની સાથે સાથે ઘણી આર્થિક નુકશાન પણ થયું છે.

heavy rain

રાજ્ય આપદા રિપોર્ટ અનુસાર સૌથી વધારે તબાહી તોફાનને કારણે યુપીના સહરાનપુરમાં થયી છે, જ્યાં 11 લોકોની મૌત થઇ ચુકી છે.

તોફાનને કારણે આગ્રામાં 6, મેરઠ-મેનપુરીમાં 4 લોકોની મૌત અને મુઝફ્ફરનગર-કાસગંજમાં 3-3 લોકોની મૌત થયી છે. મુઝફ્ફરનગરમાં એક માતા અને તેના એક દીકરાની મૌત થઇ ચુકી છે. જયારે ત્રણ બાળકો સહીત ચાર લોકો ઘાયલ થયા છે.

ભારે વરસાદનું એલર્ટ જાહેર

હવામાન વિભાગના એલર્ટ અનુસાર આવનારા ચાર દિવસ સુધી ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે લોકોને સતર્ક રહેવા માટે જણાવ્યું છે. અહીંના 11 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ છે આ 11 જિલ્લાઓ ફેઝાબાદ, બસ્તી, ગોરખપુર, સંત કબીરનગર, અલ્હાબાદ, સંત કબીરદાસ નગર, આગ્રા, મથુરા, બુલંદશહર અને ફારુખાબાદ છે. વહીવટીતંત્રે લોકોને સાવધ રહેવાની અપીલ કરી છે.

English summary
Total 65 people died in 39 districts of UttarPradesh due to heavy rainfall and lightning between till yesterday
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X