કોરોના કહેર યથાવત, 24 કલાકમાં નવા 991 કેસ, સંખ્યા વધીને 14378 થઈ
ભારતમાં કોરોના વાયરસ(કોવિડ-19)ના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે શનિવારે સવારે જણાવ્યુ કે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 991 નવા કેસ સામે આવ્યા છે અને 43 લોકોના મોત થયા છે. મંત્રાલયના જણાવ્યા મુજબ હવે ભારતમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા વધીને 14,378 થઈ ગઈ છે. આમાં 11,906 સક્રિય કેસ છે. 1992 લોકો રિકવર થઈ ચૂક્યા છે/રજા આપી દેવામાં આવી છે અને કુલ 480 મોત થયા છે.
દેશમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર, દિલ્લી, તમિલનાડુ અને મધ્ય પ્રદેશથી સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં કુલ 118 નવા કેસ સામે આવ્યા છે અને 7 મોત પણ રિપોર્ટ કરવામાં આવી છે. રાજ્યમાં પૉઝિટીવ કેસોની કુલ સંખ્યા હવે 3323 થઈ ગઈ છે જ્યારે કુલ મોત 201 નોંધવામાં આવી છે. દિલ્લીમાં 67 નવા પૉઝિટીવ કેસ સામે આવ્યા છે. અહીં કુલ કેસની સંખ્યા હવે 1707 થઈ ગઈ છે જ્યારે મૃતકોની કુલ સંખ્યા 42 છે. વળી, તમિલનાડુમાં કોરોના વાયરસના 1323 કેસ છે અને 15 મોત થયા છે. આ ઉપરાંત મધ્ય પ્રદેશમાં અત્યાર સુધી 1310 કેસ સામે આવ્યા છે, જ્યારે 69 લોકોના મોત થયા છે.
અન્ય રાજ્યોની વાત કરીએ તો રાજસ્થાનમાં 98 નવા કેસ સામે આવ્યા છે, રાજ્યમાં પૉઝિટીવ કેસોની કુલ સંખ્યા 1229 થઈ ગઈ છે. જમ્મુ કાશ્મીરમાં 14 નવા કેસ સામે આવ્યા છે જેનાથી કેન્દ્રશાસિત પ્રદેશમાં સક્રિય કેસોની કુલ સંખ્યા 328 થઈ ગઈ છે. અહીં 42 લોકો રિકવર થઈ ચૂક્યા છે જ્યારે 5નુ બિમારીથી મોત થઈ ગયુ છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ 849 દર્દી અને કર્ણાટકમાં 359 કેસ છે. ચંદીગઢમાં કોરોના વાયરસથી સંક્રમિત 21 લોકો વિશે માલુમ પડ્યુ છે જ્યારે 1099 કેસોની પુષ્ટિ ગુજરાત અને 18ની લદ્દાખમાં થઈ છે. પૂર્વોત્તરમાં મિઝોરમમાં 1, મણિપુરમાં 2 અને મેઘાલયમાં 9 કેસોની પુષ્ટિ કરવામાં આવી છે જ્યારે અસમમાં 35 કેસોની પુષ્ટિ થઈ છે.
આ પણ વાંચોઃ કોરોના વાયરસે ભારતીય નૌકાદળ પર કર્યો એટેક, 20 જવાન કોરોના પૉઝિટીવ