• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કોરોનાનો કહેર યથાવત, 24 કલાકમાં સામે આવ્યા 1383 નવા કેસ, કુલ 19984

|

ભારતમાં કોરોના વાયરસ(કોવિડ-19) કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે બુધવારે સવારે જણાવ્યુ કે દેશમાં છેલ્લા 24 કલાકની અંદર કોરોના વાયરસના 1383 નવા કેસ સામે આવ્યા છે અને 50 લોકોના મોત નીપજ્યા છે. મંત્રાલયના જણાવ્યા મુજબ હવે ભારતમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા વધીને 19984 થઈ ગઈ છે. આમાં 15474 સક્રિય કેસ છે, 3870 લોકો સ્વસ્થ/રજા આપી દેવામાં આવી છે અને કુલ 640ના મોત થયા છે.

સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં

સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં

દેશમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર, દિલ્લી, તમિલનાડુ અને મધ્ય પ્રદેશથી સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં 552 નવા કોવિડ-19 કેસ મળ્યા છે. આ ઉપરાંત 19 મોત પણ થયા છે. કુલ કેસોની સંખ્યા 5218 થઈ ગઈ છે. અત્યાર સુધી રાજ્યમાં 251 મોત થયા છે. મંગળવારે હોસ્પિટલમાંથી 150 દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. રિકવર થનારા રોગીઓની સંખ્યા 722 છે. રાજધાની દિલ્લીમાં 75 નવા કોવિડ-19 કેસ મળ્યા છે. અહીં પૉઝિટીવ કેસોની સંખ્યા 2156 થઈ ગઈ છે.

ગુજરાતમાં પણ પૉઝિટીવ કેસોની સંખ્યા વધી

ગુજરાતમાં પણ પૉઝિટીવ કેસોની સંખ્યા વધી

વળી, તમિલનાડુમાં કોરોના વાયરસના 1596 કેસ છે અને 18 મોત થયા છે. આ ઉપરાંત મધ્ય પ્રદેશમાં અત્યાર સુધી 1552 કેસ સામે આવ્યા છે જ્યારે 76 લોકોના મોત નીપજ્યા છે. અન્ય રાજ્યોની વાત કરીએ તો ગુજરાતમાં 112 નવા કોરોના વાયરસ પૉઝિટીવ કેસ મળ્યા છે. 13 મોત પણ થયા છે. પૉઝિટીવ કેસોની કુલ સંખ્યા 2178 થઈ ગઈ છે. મરનારની સંખ્યા 90 થઈ ગઈ છે. રાજસ્થામાં 159 નવા કોવિડ-19 કેસ નોંધવામાં આવ્યા છે. રાજ્યમાં હવે કુલ કેસ 1659 થઈ ગયા છે જેમાં 274 લોકો રિકવર થયા છે, 97 ડિસ્ચાર્જ થયા છે અને 26 મોત થયા છે.

તેલંગાનામાં પણ કોરોના કેસમાં વધારો

તેલંગાનામાં પણ કોરોના કેસમાં વધારો

આ ઉપરાંત તેલંગાનામાં વધુ 56 કોવિડ-19 કેસ સામે આવ્યા છે. રાજ્યમાં હવે કુલ સંખ્યા 928 થઈ ગઈ છે જેમાં 711 સક્રિય કેસ, 194 રિકવર અથવા ડિસ્ચાર્જ અને 23 મોત શામેલ છે. જમ્મુ કાશ્મીરમાં કેસોની કુલ સંખ્યા 380 થઈ ગઈ છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ 1294 દર્દી અને કર્ણાટકમાં 418 કેસ છે. ચંદીગઢમાં કોરોના વાયરસના સંક્રમિત 27 લોકો વિશે માલુમ પડ્યુ છે જ્યારે18 કેસોની પુષ્ટિ લદ્દાખમાં થઈ છે. પૂર્વોત્તરમાં મિઝોરમ 1, મણિપુર 2 અને મેઘાલયમાં 12 કેસોની પુષ્ટિ થઈ છે. જ્યારે અસમમાં 35 કેસોની પુષ્ટિ થઈ છે.

આ પણ વાંચોઃ 5 વર્ષના બાળકને કોરોનાની જરૂરી દવા પહોંચાડવા રેલવે આગળ આવ્યું, પુણેથી બેલગામ દવા મોકલી

English summary
total number of coronavirus cases in india rises to 19,984 says health ministry
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X