For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીની ઝેરીલી હવાને કારણે 35% લોકો શહેર છોડવા માંગે છે: સર્વે

દિલ્હીની આબોહવામાં જે રીતે પ્રદુષણ ફેલાઈ રહ્યું છે તેને કારણે લોકોને ઘણું મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

દિલ્હીની આબોહવામાં જે રીતે પ્રદુષણ ફેલાઈ રહ્યું છે તેને કારણે લોકોને ઘણું મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે. રોજ પ્રદૂષણનું સ્તર વધી રહ્યું છે જેને કારણે લોકોનું શ્વાસ લેવું પણ મુશ્કિલ બન્યું છે. જોવા જઇયે તો ગઈ કાલે રાત્રે દિલ્હી એનસીઆરમાં વરસાદ પડવાને કારણે લોકોને થોડી રાહત મળી છે પરંતુ તેમ છતાં પણ હવાનું સ્તર ખતરનાક બની રહ્યું છે. દિલ્હીમાં વધતા વાયુ પ્રદુષણ અંગે એક ઓનલાઇન સર્વે પણ કરાવવામાં આવ્યો છે. જેમાં આ વાત પણ સામે આવી રહી છે કે ઝેરીલી હવાને કારણે લોકો દિલ્હી-એનસીઆર છોડવા માટે મજબુર થઇ રહ્યા છે.

આ પણ વાંચો: પ્રદૂષણથી પરેશાન? હવે પહાડોની ફ્રેશ હવા ઘરે બેઠા જ મળશે

દિલ્હી-એનસીઆર છોડવા માટે મજબુર

દિલ્હી-એનસીઆર છોડવા માટે મજબુર

જે ઓનલાઇન સર્વે કરવામાં આવ્યો છે તેના અનુસાર સર્વેમાં ભાગ લેનાર 35 ટકા લોકો બીજા શહેરમાં સારી હવા માટે જવાનું નક્કી કરી ચુક્યા છે. આ સર્વે લોકલ સર્કલ ઘ્વારા કરવામાં આવ્યો છે. આ સર્વેના આંકડા એવા સમયે સામે આવ્યા છે જયારે નેશનલ ગ્રીન ટ્રેંબ્યુનલ ઘ્વારા સેન્ટ્રલ પોલ્યૂશન કંટ્રોલ બોર્ડને નિર્દેશ જાહેર કરીને પૂછવામાં આવ્યું હતું કે વાયુ પ્રદુષણ ઓછું કરવા માટે તેમને કઈ કાર્યવાહી કરી છે. તેના વિશે જાણકારી પણ માંગવામાં આવી છે.

ઝેરીલી હવા

ઝેરીલી હવા

ઓનલાઇન સર્વમાં આ વાત સામે આવી છે કે દિલ્હી નિવાસી કેન્દ્ર અને દિલ્હી સરકાર ઘ્વારા વાયુ પ્રદુષણ ઓછું કરવા માટે ભરવામાં આવેલા પગલાંથી ખુશ નથી. દિલ્હીમાં પ્રદુષણ સ્તર ખુબ જ ખતરનાક સ્તરે પહોંચી ચૂક્યું છે. હવાની ગુણવત્તા પણ ખુબ જ ખરાબ થઇ ચુકી છે. છેલ્લા ઘણા અઠવાડિયાથી પ્રદુષણ સ્તર 400 કરતા વધારે જ છે. આજ કારણ છે કે લોકો દિલ્હી-એનસીઆર છોડવાનું નક્કી કરી રહ્યા છે. 26 ટકા લોકોનું કહેવું છે કે તેઓ દિલ્હીમાં જ રહેશે અને એરપ્યોરિફાય અને માસ્કનો ઉપયોગ કરશે.

56 ટકા લોકો પાસે માસ્ક નથી

56 ટકા લોકો પાસે માસ્ક નથી

30 ટકા લોકો જેમને આ સર્વેમાં ભાગ લીધો હતો તેમનું કહેવું છે કે તેમના પરિવારમાં કોઈને કોઈ વ્યકતિએ છેલ્લા ત્રણ અઠવાડિયામાં પ્રદુષણને કારણે ડોક્ટર પાસે જવું પડ્યું છે. એટલું જ નહીં પરંતુ 56 ટકા લોકો પાસે પોતાને પ્રદૂષણથી બચાવવા માટે માસ્ક પણ નથી. આ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે દિલ્હીના 89 ટકા લોકો ખરાબ હવાને કારણે અસહજ અથવા બીમાર છે.

English summary
Toxic air of Delhi worsen the situation 35 percent people want to leave NCR says survey
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X