For Quick Alerts
For Daily Alerts
આપની સેક્સ્યુલ લાઇફ પર નજર રાખશે આ મોબાઇલ એપ
નવી દિલ્હી, 15 જૂન: સ્માર્ટફોને મોબાઇલ દુનિયામાં ક્રાંતિ લાવી લીધી છે. અત્યાર સુધી જે ફોન માત્ર વાતો અથવા સંદેશ પહોંચાડવા માટે કામમાં આવતા હતા તે ફોન લોકોની રોજિંદા પ્રવૃત્તિનો ભાગ બનતો જઇ રહ્યો છે. સ્માર્ટ ફોન હવે માત્ર લોકોનો શોક જ નહીં પરંતુ લોકોની જરૂરીયાત બનતું જઇ રહ્યું છે.
એવો જ નવો ધમાકો મોબાઇલ ફોનને લઇને થવા જઇ રહ્યો છે. હા હવે આપનો મોબાઇલ ફોન આપના સેક્સ્યુલ લાઇફને ટ્રેક કરી શકે છે. ખૂબ જ જલદી એક એવી એપ લોંચ થવા જઇ રહી છે. જે આપની પાછલા મહીનાની સેક્સ્યુઅલ એક્ટિવિટીને ટ્રેક કરવામાં આપની મદદ કરશે.
તેનાથી એપને એપ્પલ કંપની લોંચ કરવા જઇ રહી છે. પોતાની 26મી એન્યુઅલ વર્લ્ડવાઇડ ડેવલોપર્સની કોન્ફરન્સમાં આ વાતની જાહેરાત કરતા એપ્પલે જણાવ્યું કે તે ટૂંક સમયમાં હેલ્થ એપ લોંચ કરવા જઇ રહ્યું છે જે લોકોની રિપ્રોડક્ટિવ ડેટાને ટ્રેક કરશે. આ એપ મન્સ્ટ્રલ સાઇકલ, બેસલ બોડી ટેંપરેચર, સર્વિકલ મ્યૂકસ ક્વોલિટી અને ઓવ્યલૈશન ટેસ્ટ રિઝલ્ટને પણ ટ્રેક કરશે. આ એપ યૂઝર્સને સેક્સના સમયે પ્રોટેક્શનને લઇને પણ એલર્ટ કરશે.
ટાઇમ્સ ઓફઇન્ડિયામાં છપાયેલા રિપોર્ટ અનુસાર આ હેલ્થ એપ બોડી સેંસર દ્વારા સેક્સ રિલેટેડ ડેટા જમા નહીં કરે. યૂઝર્સને મેન્યુઅલી ડેટા મળશે. એપલે જણાવ્યું કે આ પ્રકારની એપ બનાવવાનો ઉદ્દેશ અનિચ્છનીય ગર્ભધારણ અને સેક્સ રિલેટેડ રોગોથી બચાવ કરવાનો છે.