For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જીના મરના તેરે સંગ: પ્રેમી યુગલે પીધી ડાઇ, પ્રેમિકાનું મોત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

honour-killing-600
ફતેપુર, 24 જૂન: ઉત્તર પ્રદેશના ફતેપુર જનપદના ગાજીપુર પોલીસ મથકના ગ્રામ કાજીપુરમાં પ્રેમી યુગલે ડાઇ પી લીધી. યુવતીનું કાનપુર લઇ જતાં રસ્તામાં મોત નિપજ્યું હતું, જ્યારે પ્રેમીનું શહેરના એક નર્સિંગ હોમમાં સારવાર ચાલી રહી છે. બીજી તરફ મૃતકોના પરિવારજનોએ પોલીસને સૂચના આપ્યા વગર લાશના અંતિમ સંસ્કાર કરી દિધા. કાજીપુર ગામના રહેવાસી 25 વર્ષીય યુવકનું તે ગામની એક 22 વર્ષીય યુવતી સાથે ગત ઘણા દિવસોથી પ્રેમ પ્રકરણ ચાલી રહ્યું હતું, પરંતુ બંનેના પરિજનોએ અલગ-અલગ જાતિના હોવાના કારણે લગ્ન માટે રાજી ન હતા.

બીજી તરફ સાથે જીવવાની અને સાથે મરવાની સોગંધ ખાનાર પ્રેમી યુગલે અંતે બધા બંધન તોડી સાથે જીવી ન શક્યા તો સાથે મરવા માટે ડાઇ પી લીધી. તેની જાણ જ્યારે બંને પરિવારજનો થઇ તો અફરાતફરીમાં તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા, જ્યાં ડૉક્ટરોએ યુવતીની હાલત ગંભીર જોઇ કાનપુર માટે રિફર કરી દિધી. તેનું રસ્તામાં મોત નિપજ્યું જ્યારે યુવકના પરિવારજનો તેને ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાંથી શહેરના એક ખાનગી હોસ્પિટલમાં ભરતી કરાવીને સારવાર કરાવી રહ્યાં છે.

મૃતકના પરિવાજનોએ પોલીસને સૂચના આપ્યા વિના લાશની માહિતી આપ્યા વિના અંતિમ સંસ્કાર કરી દિધા. આ ઘટના બાદ ગુપચુપ ચર્ચા થઇ રહી છે કે આ કેસ સન્માન માટે હત્યા (ઑનર કિલિંગ)નો છે. પોલીસે આ અંગે કેસ દાખલ કરી હોસ્પિટલમાં દાખલ યુવકની સારવાર માટે રાહ જોઇ રહી છે. પોલીસનું કહેવું છે કે યુવકના નિવેદન બાદ ઘટનાની તસવીર સ્પષ્ટ થઇ શકશે. તો બીજી તરફ યુવતીના પરિવાજનોની તરફથી સૂચના વિના અંતિમ સંસ્કાર કરવાની વાત પણ પોલીસના ધ્યાનમાં આવી છે. પોલીસ પૂછપરછ કરી રહી છે.

English summary
A months old love story met a tragic end when a couple consume poison in Fatehpur district of Uttar Pradesh. This is the case of Honour Killing as sources said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X