For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રેલ દુર્ઘટના: મૃતકોના પરિવારને 5-5 લાખ રૂપિયા આપવાનું એલાન

બિહારના સીમાચલ એક્સપ્રેસના 11 ડબ્બાઓ પાટાની નીચે ઉતરી ગયા, જેમાં 7 લોકોની મૌત થવાનું ખબર આવી છે.

|
Google Oneindia Gujarati News

બિહારના સીમાચલ એક્સપ્રેસના 11 ડબ્બાઓ પાટાની નીચે ઉતરી ગયા, જેમાં 7 લોકોની મૌત થવાનું ખબર આવી છે. જયારે ઘણા લોકો આ દુર્ઘટનામાં ઘાયલ થયા છે. આ દુર્ઘટના પછી રેલવે મંત્રાલય ઘ્વારા દુર્ઘટનામાં મરનાર પરિવારને 5-5 લાખ રૂપિયા આપવાનું એલાન કર્યું છે. તેની સાથે આ દુર્ઘટનામાં જે લોકો ગંભીરે રૂપે ઘાયલ થયા છે તેમને 1-1 લાખ રૂપિયા આપવાનું પણ એલાન કરવામાં આવ્યું છે. જયારે મામૂલી રૂપે ઘાયલ થયેલા લોકોને 50,000 રૂપિયા આપવામાં આવશે. એટલું જ નહીં પરંતુ જે લોકો આ દુર્ઘટનામાં ઘાયલ થયા છે તેમના ઉપચારનો બધો જ ખર્ચો રેલવે ઉપાડશે.

rail accident

ઘટના પછી, એનડીઆરએફની બે ટીમો હાજર સ્થળ પર પહોંચી ગઈ છે. બીજી બાજુ, રેલવે મંત્રી પીયૂષ ગોયલની ઑફિસથી જાણ કરવામાં આવી છે કે સ્થળ પર રાહત અને બચાવ કામગીરી ચાલુ છે અને લોકોને દરેક શક્ય મદદ પૂરી પાડવામાં આવી રહી છે. રેલવેના એડિશનલ ડિરેક્ટર જનરલ પીઆર સ્મિત વત્સ શર્માએ જણાવ્યું હતું કે અમે રાહત અને બચાવ કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. સ્પોટ પર, રેલવે અકસ્માત મેડિકલ વાન અને ડૉક્ટર્સની ટીમ પહોંચી ગઈ છે. ઉપરાંત, એનડીઆરએફની બે ટીમો સ્પોટ પર પહોંચી ગઈ છે.

આ પણ વાંચો: બિહારઃ વૈશાલીમાં સીમાંચલ એક્સપ્રેસના 9 ડબ્બા પાટા પરથી નીચે ઉતર્યા, 5નાં મોત કેટલાય ઘાયલ

આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા રેલવે મંત્રી પીયૂષ ગોયલે ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી છે. રેલવે પ્રધાનએ તમામ અધિકારીઓને ઈજાગ્રસ્તોને દરેક શક્ય સહાય આપવા સૂચના આપી છે. ઘટના પછી, રેલવે પ્રધાનના કાર્યાલયથી જાણ કરવામાં આવી છે કે રેલવે મંત્રાલય રેલવે બોર્ડ સાથે સંપર્કમાં છે અને રેલવે મંત્રાલય પૂર્વ રેલવેના જીએમ સાથે પણ સંપર્કમાં છે. તમને જણાવીએ કે બિહારના સિમાંચલ એક્સપ્રેસના 11 કોચ પાટાથી નીચે ઉતરી ગયા, જેના કારણે 7 લોકોના મોત થયા હતા અને ઘાયલ થયા હતા.

English summary
Railway announces to give ex-gratia of Rs 5 lakhs each to the kin of every deceased in Bihar train accident.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X