યુપીમાં શાંતિકુંજ એક્સપ્રેસના 7 ડબ્બા પાટા પરથી ઉતર્યા

Written By:
Subscribe to Oneindia News

હાવડાથી જબલપુર જતી શાંતિપુંજ એક્સપ્રેસના સાત ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ દુર્ધટનામાં હજી સુધી કોઇ વ્યક્તિ ઇજાગ્રસ્ત થયું હોય તેવી જાણકારી નથી મળી. જો કે તેમાં 7 ડબ્બા પાટા પરથી ઉતર્યા છે. અને સવારમાં તમામ યાત્રીઓને સુરક્ષિત બહાર નીકાળવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ ઘટના સોનભદ્રના ઓબારા વિસ્તારમાં ફફરાકુંડ પાસે બની છે. ઉલ્લેખનીય છે કે હાલ ઉત્તરપ્રદેશમાં એક પછી એક રેલ્વે દુર્ધટનાઓ થઇ રહી છે. ત્યારે સારા સમાચાર તે છે આ દુર્ધટનામાં કોઇને ઇજા નથી થઇ.

train

જે મુજબ જાણકારી મળી રહી છે તે મુજબ રેલના પાટા ક્ષતિગ્રસ્ત હોવાના કારણે આ દુર્ધટના થઇ છે. ઘટનાની સૂચના મળતા ઓબારા થાના ઇન્ચાર્જ અને ચોપન રેલ્વે સ્ટેશનના તમામ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે. આ યાત્રામાં કોઇ પણ યાત્રી ઇજાગ્રસ્ત થયો હોય તેવા સમાચાર નથી મળ્યા. અને તમામ યાત્રીઓ સુરક્ષિત છે. વધુમાં અધિકારીઓ આ ઘટના કેવી રીતે થઇ તેની પણ તપાસ કરી રહ્યા છે.

English summary
train accident shantikunj express 7 coaches derailed in sonbhadra going to jabalpur from hawrah

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.