ટેક્નિકલ ભૂલના કારણે ઓરિસ્સામાં ટ્રેનર એરક્રાફ્ટ થયું ક્રેશ, 2ના મોત
ઢેંકનાલઃ ઓરિસ્સાના ઢેંકનાલ જિલ્લામાં સમવારે સવારે ટૂ સીટર એરક્રાફ્ટ ક્રેશ થયું. દુર્ઘટનાને પગલે ટ્રેની પાયલટ અને તેના ઈન્સ્ટ્રક્ટરનું મોત નિપજ્યાં છે. ઢેંકનાલના એડિશનલ ડિસ્ટ્રીક્ટ મેનેજર બીકે નાયકે જણાવ્યા મુજબ ગવર્નમેન્ટ એવીએશન ટ્રેનિંગ ઈન્સ્ટીટ્યૂટ (GATI)માં ટ્રેનર એરક્રાફ્ટ ક્રેશ થયું છે.
પ્લેન ક્રેશ થયા બાદ ટ્રેની પાયલટ અને ઈન્સ્ટ્રક્ટર બંનેને નજીક આવેલા કામાખ્યાનગરના હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા. સિનિયર પોલીસ અધિકારીઓ અને જિલ્લાના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા છે અને અકસ્માતની તપાસ હાથ ધરવામાં આવી છે.
અધિકારીઓએ જણાવ્યા મુજબ ટેક્નિકલ ભૂલને કારણે અકસ્માત સર્જાયો હોય શકે છે. કામાખ્યાનગર પોલીસ સ્ટેશનના ઈન્સપેક્ટર-ઈન-ચાર્જ એ દલુઆએ કહ્યું કે ટ્રેનર પુરુષ હત અને મૃતકોની ઓળખ નિશ્ચિત છે. જણાવી દઈએ કે ટ્રેની પાયલટને ટ્રેનિંગ આપવામાં આવી રહી હતી તે સમયે Government Aviation training Instituteમાં વિમાન ક્રેશ થયું હતું. ઘટનાને પગલે પાયલટ અને ઈન્સ્ટ્રક્ટર બંનેના મોત થયાં છે. વિમાનમાં ટેક્નિકલ ખામી સર્જાણી હતી કે પછી પાયલટની ભૂલને કારણે વિમાન ક્રેશ થયું તે હજી સ્પષ્ટ થઈ શકાયું નથી. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Good News: ન્યૂઝીલેન્ડમાં કોરોનાનો કહેર સંપૂર્ણપણે સમાપ્ત થયો, છેલ્લો દર્દી પણ સાજો થયો