For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'કિંગ ઓફ રોમાન્સ'ને મોદી સહિતના નેતાઓની શ્રદ્ધાંજલિ

By Super
|
Google Oneindia Gujarati News

yash-chopra
નવીદિલ્હી, 22 ઑક્ટોબરઃ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી, પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિતના રાજનેતાઓએ રોમેન્ટિક ફિલ્મોના બાદશાહ અને જાણીતા ફિલ્મ નિર્માતા યશ ચોપડાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે તેઓ ભારતીય સિનેમાની મહાન હસ્તી હતા. પ્રણવ મુખરજીએ પોતાના શોક સંદેશમાં કહ્યું છે કે તેમના નિધનથી ભારતીય ફિલ્મ ઉદ્યોગને મોટું નુક્સાન પહોંચ્યું છે.

પ્રધાનમંત્રી મનમોહન સિંહે યશ ચોપડાના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું કે તેઓ ભારતીય સિનેમાની મહાન હસ્તી હતા, તેમણે ઘણી પેઢીઓને મનોરંજન પૂરૂ પાડ્યું હતું. 80 વર્ષીય ચોપડાએ આજે સાંજે મુંબઇની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરતા કહ્યું છે કે, યશ ચોપડાએ ફિલ્મ નિર્માતા અને નિર્દેશક ક્ષેત્રમાં બહું મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ભારતીય ફિલ્મ ઉદ્યોગ અને ચાહકોને સતત તેમની ખોટ વર્તાશે. ભગવાન તેમની આત્મને શાંતિ અર્પે. ભાજપના અધ્યક્ષ નિતિન ગડકરીએ કહ્યું કે ચોપડાને ભારતીય ફિલ્મ ઉદ્યોગની મહાન હસ્તી ગણાવી છે.

કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રાલયમંત્રી અંબિકા સોનીએ કહ્યું કે, આજે ભારતીય સિનેમાએ પોતાની વધુ એક મહાન હસ્તી અને સર્જનાત્મક વ્યક્તિને ગુમાવી દીધા. યશજી ફિલ્મો થકી ઘણી પેઢીને એક સાથે લઇને આવ્યા. તેમણે કહ્યું કે, પ્રેમને જિંદગી અને સંબંધોની જરૂરતના સ્વરૂપે રજૂ કરવાના યશજીના વિચાર બધા સિનેપ્રેમીઓને યાદ રહેશે. તેમનું નિધન એક શૂન્ય છોડીને ગયું છે, જેને ભરવું ઘણું મુશ્કેલ પડશે.

જમ્મૂ કાશ્મીના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ પણ યશ ચોપડાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે રાજ્યએ પોતાની કુદરતી સુંદરતાના શ્રેષ્ઠ દૂતને ગુમાવી દીધો. પોતાના શોક સંદેશમાં ઉમરે ચોપડા સાથે લેહમાં એક ફિલ્મ દરમિયાન થયેલી પોતાની મુલાકાતને યાદ કરી. મુખ્યમંત્રીએ એક નિવદેનમાં કહ્યું, ' એ એક દુર્ભાગ્યપૂર્ણ સમાચાર છે કારણ કે ચોપડાજીએ હંમેશા કાશ્મિરને બોલિવુડનું બીજૂ ઘર બનાવવા ઇચ્છ્યું.' નોંધનીય છે કે ચોપડાએ પોતાની આગામી રિલિઝ થનારી ફિલ્મ 'જબ તક હે જાન'ની શૂટિંગ માટે લગભગ 25 વર્ષ પછી કાશ્મિરને પસંદ કર્યું હતું. વર્ષ 1976માં અમિતાભ બચ્ચન અને રાખી અભિનિત ફિલ્મ 'કભી-કભી'નું શૂટિંગ ચોપડાએ કાશ્મીરમાં કર્યું હતું.

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે 'કિંગ ઓફ રોમાન્સ'ના નામથી જાણીતા યશ ચોપડાના નિધન પર ઉંડો શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રી નીતીશ કુમારે પોતાના શોક સંદેશમાં કહ્યું કે ચોપડાના નિધનથી સિને પ્રેમીઓએ એક ઉત્કૃષ્ઠ નિર્માતા નિર્દેશકને ગુમાવી દીધા છે. સિનેમાં જગતને ના દૂર કરી શકાય તેવી ક્ષતિ પહોંચી છે. નીતીશે દિવંગત આત્માની શાંતિ માટે અને દુઃખના સમયે તેમના પરિજનોને શક્તિ બક્ષવા માટે ઇશ્વરને પ્રાર્થના કરી છે.

પંજાબના મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ, હરિયાણાના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા અને દિલ્હીના મુખ્યમંત્રી શીલા દીક્ષિતે ચોપડાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ શોક સંદેશમાં કહ્યું છે કે આતંરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધ ફિલ્મ હસ્તી યશ ચોપડાના અચાનક નિધન અંગે જાણીને ઘણું દુઃખ પહોંચ્યું છે. ફિલ્મી દૂનિયાને એક મોટું નુક્સાન પહોંચ્યું છે.

કેન્દ્રીય સંસદીય મામલાના રાજ્યમંત્રી રાજીવ શુક્લાએ ચોપડાના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું કે, યશ ચોપડાના નિધનથી હું ઘણો દુઃખી થયો છું. મે તાજેતરમાં તેમની અને શાહરુખની સાથે ઘણો સમય પસાર કર્યો હતો, જ્યાં તેઓ પોતાની અંતિમ ફિલ્મ 'જબ તક હે જાન'નું શૂટિંગ કરી રહ્યાં હતા.

English summary
Indian President, PM manmohan singh, gujarat CM Narendra modi among others political leader gave tribute to king of Romance Yash Chopra, who passed away yesterday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X