For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટ્રિપલ તલાક બિલ પર બબાલ થતાં 2 જાન્યુઆરી સુધી રાજ્યસભા સ્થગિત

ટ્રિપલ તલાક બિલ પર બબાલ થતાં 2 તારીખ સુધી રાજ્યસભા સ્થગિત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ લોકસભામાં પાસ થયા બાદ સરકાર આજે રાજ્યસભામાં ટ્રિપલ તલાક બિલ રજૂ કરશે. કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ રાજ્યસભામાં આજે ટ્રિપલ તલાક બિલ રજૂ કરશે. અગાઉ લોકસભામાં કોંગ્રેસે આ બિલ પર ચર્ચા દરમિયાન સદનમાંથી વૉકઆઉટ કરી દીધું હતું. લોકસભામાં આ બિલને 245 સાંસદોએ સમર્થન આપ્યું હતું અને તેના વિરોધમાં 11 સભ્યોના વોટ પડ્યા હતા. ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓએ રાજ્યસભામાં પોતાના સભ્યોને ઉપસ્થિત રહેવા માટે કહ્યું છે, જેથી કરીને આ બિલ પર સદનમાં ચર્ચા થઈ શકે. વિપક્ષ આ બિલ અંતર્ગત ત્રણ વર્ષની સજાના પ્રાવધાનનો વિરોધ કરી રહ્યું છે અને આ બિલને જોઈન્ટ સેલેક્ટ કમિટી પાસે મોકલવાની માંગણી કરવામાં આવી રહી છે જેથી આ બિલની સમીક્ષા થઈ શકે

rajyasabha

Newest First Oldest First
3:20 PM, 31 Dec

હંગામાના પગલે રાજ્યસભાની કાર્યવાહી 2 જાન્યુઆરી સુધી સ્થગિત
2:21 PM, 31 Dec

ગુલામ નબી આઝાદ બોલ્યા- આ બિલ કરોડો લોકોને પ્રભાવિત કરી શકે છે, સિલેક્ટ કમિટી પાસે મોકલ્યા વિના આ બિલ પાસ ન કરી શકાય.
2:20 PM, 31 Dec

વિજય ગોયલ બોલ્યા- વિપક્ષી દળ મહિલાઓને સમાન અધિકાર આપવાની વિરુદ્ધમાં છે.
2:20 PM, 31 Dec

ટીએમસી સાંસદ ઓબ્રાયન બોલ્યા- તમામ વિપક્ષી દળ ઈચ્છે છે કે ટ્રિપલ તલાક બિલને સિલેક્ટ કમિટી પાસે મોકલવામાં આવે.
2:19 PM, 31 Dec

ગુલામ નબી આઝાદે કહ્યું કે બિલને સ્ટેન્ડિંગ કમિટી પાસે પણ ન મોકલ્યું અને સેલેક્ટ કમિટી પાસે પણ ન મોકલ્યું
2:18 PM, 31 Dec

રાજ્યસભામાં કોંગ્રેસી નેતા ગુલામ નબી આઝાદે કહ્યું- વિપક્ષી દળ ઈચ્છે છે કે સદનની કાર્યવાહી ચાલતી રહે.
1:27 PM, 31 Dec

ટ્રિપલ તલાક બિલ લાવીને ભાજપ અણારા ઘરોમાં ઘૂસી રહ્યું છે. આનાથી અમારા પારિવારિક જીવન વધુ ડિસ્ટર્બ થશે, મહિલાઓ અને પુરુષો માટે આર્થિક રૂપે વધુ સમસ્યાઓ પેદા થશે.
11:24 AM, 31 Dec

સંસદમાં ટ્રિપલ તલાક બિલ પર પીએમ મોદીની અધ્યક્ષતામાં બેઠક, અમિત શાહ, રાજનાથ સિંહ અને જેટલી હાજર રહ્યા.
11:16 AM, 31 Dec

બેઠકમાં રામ ગોપાલ યાદવ, ગુલામ નબી આઝાદ અને આનંદ શર્મા હાજર રહ્યા, ટ્રિપલ તલાક બિલ પર વિપક્ષી દળોનું મંથન
9:59 AM, 31 Dec

TMCએ રાજ્યસભાની સમિતિને ધી મુસ્લિમ વુમન બિલ 2018ના સંદર્ભમાં એક પ્રસ્તાવ મોકલ્યો છે.
9:58 AM, 31 Dec

ટ્રિપલ તલાક બિલ પર વિપક્ષી દળોની બેઠક, બિલને સ્ટેન્ડિંગ કમિટી પાસે મોકલવાને લઈ થઈ રહી છે વિચારણા.
9:25 AM, 31 Dec

મેજિસ્ટ્રેટ સામે પતિ-પત્ની પાસે સમજૂતી કરી લેવાનો વિકલ્પ ખુલ્લો રહેશે. પહેલા ટ્રિપલ તલાક મામલામાં સમજૂતીનુ કોઈ પ્રાવધાન નહોતું.
9:25 AM, 31 Dec

આ મામલામાં હવે મેજિસ્ટ્રેટને જામીન આપવાનો અધિકાર હશે. પહેલા આને બિનજામીનપાત્ર અપરાધની શ્રેણીમાં મૂકવામાં આવ્યું હતું. વોરંટ વિના ધરપકડ કરવાનો પણ પોલીસને અધિકાર હતો.
9:25 AM, 31 Dec

મોદી સરકારે કહ્યું કે બિલમાં ત્રણ સંશોધનઃ હવે પીડિતા, સગા સબંધીઓ જ કેસ દાખલ કરી શકશે, પહેલા કોઈપણ કેસ દાખલ કરાવી શકતું હતું.
9:25 AM, 31 Dec

જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેચે ત્રણ તલાક વિરુદ્ધ ફેસલો આપ્યો હતો અને સરકારને આ વાતનો નિર્દેશ આપ્યો હતો કે તેઓ આ મામલે કાનૂન બનાવશે.
9:25 AM, 31 Dec

લોકસભામાં આ બિલ વિરુદ્ધ કોંગ્રેસ, એઆઈએડીએમકે, ટીએમસીએ સદનમાંથી વૉકઆઉટ કર્યું હતું.
9:21 AM, 31 Dec

રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે આ બિલ કોઈપણ સમુદાય કે ધર્મ કે આસ્થાની વિરુદ્ધ નથી.
9:21 AM, 31 Dec

બિલ વિશે જણાવતા રવિશંકર પ્રસાદે લોકસભામાં કહ્યું હતું કે જો પતિ-પત્ની વચ્ચે સમજૂતી થઈ જાય છે તો આરોપી પતિ વિરુદ્ધ આ મામલો પરત ખેંચી શકાય છે.
9:21 AM, 31 Dec

સંખ્યાબળના મામલે સરકારનો રાજ્યસભામાં દાવો કમજોર, વિપક્ષી એકતાની પણ આજે રાજ્યસભામાં પરીક્ષા થશે
9:21 AM, 31 Dec

વિપક્ષ આ બિલનો વિરોધ કરી રહ્યું છે અને તેને જોઈન્ટ સિલેક્ટ કમટી પાસે મોકલવાની માગણી કરી રહ્યું છે જેથી કરીને આ બિલની સમીક્ષા થઈ શકે.
9:21 AM, 31 Dec

રાજ્યસભામાં આ બિલ પર ચર્ચા દરમિયાન ભારે હંગામો થઈ શકે છે, લોકસભામાં હંગામા વચ્ચે પાસ થયું હતું બિલ.

English summary
triple talaq bill to be tabled in rajya sabha during parliament winter session, live updates
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X