For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘ભગવાન રામે પણ એક વાર સીતાને છોડી દીધા હતા': કોંગ્રેસ સાંસદનું વિવાદિત નિવેદન

કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ બિલમાં સુધારાની વાત કહેતા ભગવાન રામ અંગે એક વિવાદિત નિવેદન આપ્યુ છે.

|
Google Oneindia Gujarati News

મોદી સરકારે ત્રણ તલાક બિલ રાજ્યસભામાં રજૂ કરી દીધુ છે એવામાં સરકાર પૂરી કોશિશ કરી રહી છે કે આ બિલમાં મોટા સુધારા બાદ તેને સંસદમાં પાસ કરાવી લેવામાં આવે. પરંતુ આ દરમિયાન કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ બિલમાં સુધારાની વાત કહેતા ભગવાન રામ અંગે એક વિવાદિત નિવેદન આપ્યુ છે. કોંગ્રેસ નેતા હુસેન દલવાઈએ કહ્યુ કે મહિલાઓ સાથે દરેક સમાજમાં અયોગ્ય વ્યવહાર કરવામાં આવે છે. માત્ર મુસલમાનો જ નહિ પરંતુ હિંદુ, શીખ, ઈસાઈ બધામાં છે. દરેક સમાજમાં પુરુષનું પ્રાધાન્ય માનવામાં આવે છે. એટલે સુધી કે ભગવાન રામચંદ્રજીએ એકવાર સીતાજીને શંકાના કારણે છોડી દીધા હતા એટલા માટે આપણે આ આખા બિલને બદલવાની જરૂર છે.

નિવેદન પર આપી સ્પષ્ટતા

નિવેદન પર આપી સ્પષ્ટતા

કોંગ્રેસ નેતાના વિવાદિત નિવેદન પર વિવાદ બાદ તેના પર સ્પષ્ટીકરણ કરતા કહ્યુ કે તે પોતો માતા સીતાના ભક્ત છે પરંતુ મે જે કહ્યુ તે હિંદુ ધર્મમાં મહિલાઓ સાથે થઈ રહેલા વ્યવહારને દર્શાવવા માટે કહ્યુ હતુ. પ્રાચીન કાળમાં કેવી રીતે મહિલાઓએ કેવી રીતે મુશ્કેલ સમય વીતાવ્યો છે તેના વિશે જણાવતો હતો. તેમણે કહ્યુ કે મોદી સરકાર મુસ્લિમ મહિલાઓની ભલાઈ માટે ગંભીર નથી. સરકાર દાવો કરી રહી છે કે તે મુસ્લિમ મહિલાઓને વધુ તાકાત આપી રહી છે અને તેમને મજબૂત કરી રહી છે. જ્યારે હકીકત એ છે કે તે લોકોની આંખોમાં ધૂળ નાખી રહ્યા છે.

ગયા વર્ષે પણ વાંધો દર્શાવ્યો હતો

ગયા વર્ષે પણ વાંધો દર્શાવ્યો હતો

જો કે કેન્દ્ર સરકારે ત્રણ તલાક બિલમાં મોટા સુધારા કર્યા છે પરંતુ તેમછતાં કોંગ્રેસ નેતાનું માનવુ છે કે આ સમગ્ર બિલમાં સુધારાની જરૂરત છે. મહારાષ્ટ્રના કોંગ્રેસ સાંસદ હુસેને કહ્યુ કે જે તેમણે કહ્યુ તે કોઈ ધર્મને ઠેસ પહોંચાડવા માટે નહોતુ. આ પહેલા ગયા વર્ષે સાંસદે ગૃહમંત્રીને પત્ર લખીને જણાવ્યુ હતુ કે ત્રણ તલાકને ગુનો બનાવવો ઘણી મુશ્કેલીઓ ઉભી કરી શકે છે.

માતા સીતાને આમાં વચ્ચે લાવવાની જરૂર નહોતી

માતા સીતાને આમાં વચ્ચે લાવવાની જરૂર નહોતી

કોંગ્રેસ સાંસદે કહ્યુ કે હું મૂળ રીતે આ બિલનો વિરોધ કરુ છુ. સરકાર અમુક લોકોને આ બિલ દ્વારા નિશાન બનાવવા માંગે છે. ભાજપ સાંસદ રાકેશ સિન્હાએ કહ્યુ કે દલવાઈએ ત્રણ તલાકની આ આખી ચર્ચામાં માતા સીતાને વચ્ચે લાવવાની જરૂર નહોતી. એટલુ જ નહિ ઘણા ભાજપ સાંસદોએ પણ દલવાઈના નિવેદનનો વિરોધ કર્યો અને તેમને સંસદની કાર્યવાહીથી બહાર કરવાની માંગ કરી. કાયદામંત્રી રવિશંકર પ્રસાદે આજે સંસદમાં અપીલ કરી કે ત્રણ તલાક બિલને પાસ કરાવવામાં આવે જેથી કરોડો મુસ્લિમ મહિલાઓને ન્યાય મળી શકે.

3 મોટા ફેરફાર સાથે આજે રાજ્યસભામાં રજૂ થશે ત્રણ તલાક બિલ3 મોટા ફેરફાર સાથે આજે રાજ્યસભામાં રજૂ થશે ત્રણ તલાક બિલ

English summary
Triple talaq bill: Congress MP Husain Dalwai says Lord Rama even left Sita over doubt. Sparks huge controversy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X