Tripura by election results 2022 : ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહા ટાઉન બારદોવાલીથી જીત્યા
ત્રિપુરાના મુખ્યમંત્રી અને ભાજપ નેતા માણિક સાહાએ ટાઉન બારદોવાલી વિધાનસભા સીટની પેટા ચૂંટણીમાં જીત મેળવી છે. ઉલ્લેખીય છે કે, પેટા ચૂંટણી માટે 23 જૂનના રોજ મતદાન થયું હતું.
Tripura by election results 2022 : ત્રિપુરાના મુખ્યમંત્રી અને ભાજપ નેતા માણિક સાહાએ ટાઉન બારદોવાલી વિધાનસભા સીટની પેટા ચૂંટણીમાં જીત મેળવી છે. ઉલ્લેખીય છે કે, પેટા ચૂંટણી માટે 23 જૂનના રોજ મતદાન થયું હતું. ત્રિપુરામાં પેટા ચૂંટણીમાં સૌથી વધુ ચાર બેઠકો પર મતદાન થયું હતું.
આ બેઠકોમાં અગરતલા, જુબરાજનગર, સૂરમા અને ટાઉન બારદોવાલીનો સમાવેશ થાય છે. પેટા ચૂંટણીના પરિણામો બહાર આવવા લાગ્યા છે. મુખ્યમંત્રી અને ભાજપ નેતા માણિક સાહા ટાઉન બારદોવાલીથી જીત્યા છે. સાહા એ રાજ્યસભાના સભ્ય છે, જેમણે ગયા મહિને બિપ્લબ દેબના અચાનક રાજીનામા બાદ રાજ્યના મુખ્યપ્રધાન તરીકે પદ અને ગુપ્તતાના શપથ લીધા હતા.

ત્રિપુરાની ચાર બેઠકો પર થયેલી પેટા ચૂંટણીમાં ભાજપે ત્રણ બેઠકો જીતી
ત્રિપુરાની ચાર બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપે ત્રણ બેઠકો જીતી છે. ટાઉન બોર્ડોવલી સીટ પરથી મુખ્યમંત્રી માણિક સાહાઉપરાંત ભાજપે જુબરાજનગર અને સૂરમા સીટ પણ કબ્જે કરી લીધી છે. જ્યારે કોંગ્રેસે અગરતલા બેઠક પર જીત મેળવી છે.

મુખ્યમત્રી માણિક સાહાએ કોંગ્રેસના આશિષ સાહાને 6,104 વોટથી હરાવ્યા
ચૂંટણી પંચની વેબસાઈટ અનુસાર, ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાએ ટાઉન બારદોવાલી સીટ પર કોંગ્રેસના આશિષ કુમાર સાહાને 6,104મતોથી હરાવ્યા છે. ઉલ્લેખીય છે કે, માણિક સાહાને મુખ્યમંત્રી પદ પર રહેવા માટે પેટા ચૂંટણી જીતવી જરૂરી હતી.

રામપુરમાં ભાજપની બમ્પર જીત, SPને 42,000થી વધુ મતોથી હરાવ્યું
આઝમ ખાનના ગઢ તરીકે ઓળખાતા રામપુરમાં ભાજપે લોકસભા પેટા ચૂંટણીમાં 42,000થી વધુ મતોના માર્જિનથી બમ્પર જીત નોંધાવીછે. ભાજપના ઉમેદવાર ધનશ્યામ સિંહ લોધી સપાના ઉમેદવાર અસીમ રઝા પર નિર્ણાયક લીડ લઈ રહ્યા છે.












Click it and Unblock the Notifications
