For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે ત્રિપુરાના સીએમ ઘ્વારા યુવાનોને પાનની દુકાન લગાવવાની સલાહ

ત્રિપુરાના સીએમ બિપ્લવ દેવ ફરી એકવાર પોતાના નિવેદનને કારણે ચર્ચામાં છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ત્રિપુરાના સીએમ બિપ્લવ દેવ ફરી એકવાર પોતાના નિવેદનને કારણે ચર્ચામાં છે. ત્રિપુરાના સીએમ બિપ્લવ દેવ ઘ્વારા એક કાર્યક્રમમાં જણાવવામાં આવ્યું કે યુવાનો ઘણા વર્ષોથી રાજનીતિક દળો અને સરકારી નોકરી પાછળ પડ્યા છે. તેઓ પોતાના જીવનનો અગત્યનો સમય સરકારી નોકરીની શોધમાં ભટકીને બરબાદ કરી રહ્યા છે. પરંતુ તે યુવાન સરકારી નોકરીની તલાશ કરવાને બદલે પાનની દુકાન લગાવે તો તેના બેંક એકાઉન્ટમાં અત્યારે 5 લાખ રૂપિયા આવી જાય.

75 હજારની લોનથી દર મહિને 25 હજારની કમાણી

75 હજારની લોનથી દર મહિને 25 હજારની કમાણી

મુખ્યમંત્રી ઘ્વારા જણાવવામાં આવ્યું કે યુવા પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ 75 હજારની લોન લઈને દર મહિને 25 હજારની કમાણી કરી શકે છે. તેમને જણાવ્યું કે લોકોની એવી સોચ છે કે ગ્રેજ્યુએટ ખેતી નહીં કરી શકે, મરઘીઓ નહીં ઉછેરી શકે કારણકે તેમને સ્તર નીચે ચાલ્યું જશે. તેમને આગળ જણાવ્યું કે સતત વિકાસ માટે આવી યોજના અગત્યની ભૂમિકા નિભાવે છે.

મેકેનિકલ એન્જીનીયર ને સલાહ

મેકેનિકલ એન્જીનીયર ને સલાહ

આ પહેલા બિપ્લવ દેવ ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે મેકેનિકલ એન્જીનીયરે સિવિલ સેવામાં નહીં જવું જોઈએ. જયારે સિવિલ એન્જીનીયર સિવિલ સેવામાં જઈ શકે છે. અગરતલામાં સિવિલ સર્વિસ ડે દરમિયાન સિવિલ સેવા સર્વિસ માટે તૈયારી કરી રહેલા લોકોને સંબોધન કરતા તેમના જણાવ્યું હતું કે મેકેનિકલ એન્જીનીયરે સિવિલ સેવામાં નહીં જવું જોઈએ, જયારે સિવિલ એન્જીનીયરે સિવિલ સેવા માટે પસંદગી કરવી જોઈએ. તેમને જણાવ્યું કે પહેલા આર્ટસમાં અભ્યાસ કરનાર લોકો જ સિવિલ સેવા પરીક્ષામાં બેસતા હતા, પરંતુ હવે ડોક્ટર અને એન્જીનીયર પણ બેસી રહ્યા છે. બિપ્લવ દેવ ઘ્વારા જણાવવામાં આવ્યું કે સિવિલ એન્જીનીયર પાસે સમાજને સારું નિર્માણ કરવાનું જ્ઞાન હોય છે.

ડાયના હેડન પર વિવાદિત નિવેદન

ડાયના હેડન પર વિવાદિત નિવેદન

મુખ્યમંત્રી બિપ્લવ દેવે કહ્યું કે આજે મહિલાઓ સુંદરતા માટે બ્યૂટી પાર્લર પર નિર્ભર છે જ્યારે ભારતીય મહિલાઓ આવું નથી કરતી. 1997 માં મિસ ઈન્ડિયા વર્લ્ડ બનેલી ડાયેના હેડનને તેઓ આને લાયક નથી સમજતા અને કહે છે કે શું તમને લાગે છે કે તે આના લાયક હતી. બિપ્લવ દેવે કહ્યું કે સૌદર્ય પ્રતિયોગીતાઓના આયોજક આંતરરાષ્ટ્રીય માર્કેટીંગ માફિયા પહેલા છોકરીઓને ભરતી કરે છે અને પછી તેમને રેમ્પ પર ચલાવે છે. અહીં પહેલેથી જ નક્કી કરી લેવામાં આવે છે કે કોને એવાર્ડ આપવાનો છે.

English summary
Tripura CM Biplab Dev says youth would have got 5 lac rupees if they had Pan shop. He suggest youth to stop running after gov job.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X