For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મધ્ય પ્રદેશમાં રાજધાની એક્સપ્રેસ સાથે ટ્રકની ટક્કર, ડ્રાઈવરનું મોત

રાજધાની એક્સપ્રેસ સાથે ટ્રકની ટક્કર, ડ્રાઈવરનું મોત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશમાં ગોજારો ટ્રેન અકસ્માત સામે આવ્યો છે, અહી માનવરહિત ક્રોસિંગ પાર કરતી વખતે ટ્રક અને ટ્રેનની ટક્કર થઈ ગઈ છે. આ ઘટનાને પગલે ટ્રક ડ્રાઈવર મૃત્યુ પામ્યો છે. જાણકારી મુજબ આ ઘટના ગોધરા અને રતલામ વચ્ચે ત્રિવેંદ્રમ રાજધાની એક્સપ્રેસમાં બની છે. ઘટનામાં ટ્રેનના બે કેચ પાટા પરથી નીચે ઉતરી ગયા છે. ઘટનાને પગલે ટ્રક પણ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો છે. જો કે આ ઘટનામાં કોઈપણ યાત્રી ઘાયલ થયા હોવાના અહેવાલ નથી પરંતુ ટ્રક ડ્રાઈવરને ગંભીર ઈજા થતાં મૃત્યુ પામ્યો છે. જણાવી દઈએ કે ઘટના સમયે ક્રોસિંગ બંધ કરી દેવામાં આવ્યો હતો.

accident

વેસ્ટર્ન રેલવે તરફથી જણાવવામાં આવ્યું છે કે આ ઘટના સવારે 6.44 વાગ્યે બની છે. ઘટના બાદ બે કોચ ક્ષતિગ્રસ્ત થયા છે જેમાં બેઠેલા તમામ યાત્રીઓને બહાર કાઢી લેવામાં આવ્યા છે અને એમને બીજા કોચમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. સાથે જ ટ્રેનને ઘટના સ્થળેથી રવાના કરી દેવામાં આવી છે. ક્ષતિગ્રસ્ત થયેલ કોચને અલગ કરી દેવામાં આવ્યા છે. પાટાનું સમારકામ ચાલુ કરી દેવામાં આવ્યું છે. ટૂંક સમયમાં જ રૂટ ફરી શરૂ કરી દેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ટ્રેન પસાર થઈ રહી હતી એ સમયે બેફામ આવેલી ટ્રક રેલિંગ તોડીને ટ્રેનના પાટા પર આવી ગયો હતો. ટ્રેનમાં સવાર કોઈપણ મુસાફરોને નુકસાન થયું નથી. ટ્રક ડ્રાઈવર ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યો છે. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

English summary
Madhya Pradesh: Trivandrum Rajdhani train hit by a truck in Godhra & Ratlam.2 coaches derailed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X