
Trump India Visit: ટ્રમ્પ જેમાં આવી રહ્યા છે તે દુનિયાના સૌથી શક્તિશાળી એરક્રાફ્ટ વિશે જાણો
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પહેલો ભારત પ્રવાસ આજથી શરૂ થઈ રહ્યો છે. ટ્રમ્પનો આ પ્રવાસ ઘણી રીતે મહત્વનો છે. તે વર્ષ 2006 બાદ રિપબ્લિકન પાર્ટીના એવા રાષ્ટ્રપતિ છે જે ભારતનો પ્રવાસ કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે જ એક વાર ફરીથી દુનિયાનુ સૌથી શક્તિશાળી એરક્રાફ્ટ ભારતમાં હશે. અમે વાત કરી રહ્યા છે એરફોર્સ વનની જે થોડી વારમાં જ અમદાવાદમાં લેન્ડ કરશે. આવો તમને આ વિમાનની અમુક ખાસ વાતો વિશે જણાવીએ. જાણો છેવટે કેમ એરપોર્સ વન સૌથી શક્તિશાળી એરક્રાફ્ટ માનવામાં આવે છે.

કેમ કહે છે એરફોર્સ વન
એરફોર્સ વન કોઈ પ્લેનનુ નામ નથી પરંતુ તે એક રેડિયો કૉલ છે જેનો ઉપયોગ માત્ર રાષ્ટ્રપતિના એરક્રાફ્ટ માટે થાય છે. તે યુએસ એરફોર્સનુ તે પ્લેન છે જે અમેરિકી રાષ્ટ્રપતિને કોઈ વિદેશી પ્રવાસ પર લઈને રવાના થાય છે. જેવા રાષ્ટ્રપતિ વિદેશ પ્રવાસ માટે એરફોર્સના પ્લેનમાં પગ મૂકશે, પ્લેન સહિત ક્રૂ અને બાકી વસ્તુઓ એરફોર્સ વન તરીકે ફેરવાઈ જાય છે. આવુ એટલા માટે થાય છે કારણકે એ દરમિયાન એ ફ્લાય ઝોનમાં ઉડી રહેલા બાકી એરક્રાફ્ટ સાથે કોઈ પ્રકારનુ કન્ફ્યુઝન ના થઈ શકે. જો રાષ્ટ્રપતિ આર્મીના એરક્રાફ્ટમાં હશે તો તેને આર્મી વન કહેવામાં આવશે. અમેરિકી રાષ્ટ્રપતિની અધિકૃત એરક્રાફ્ટ તરીકે બે વિમાન હાજર છે જેને બોઈંગ કંપનીએ બનાવ્યુ છે. એરફોર્સ વન એક બોઈંગ 747-200બી સીરિઝનુ વિમાન છે અને તેને વર્ષ 1990માં જ્યોર્જ બુશ સીનિયરના સમયમાં પહેલી વાર ડિલીવર કરવામાં આવ્યુ હતુ.

બૉમ્બર જેટ્સથી ભરાય જાય ઈંધણ
આ પ્લેનની ખાસિયત છે કે હવામાં જ રિ-ફ્યુલિંગની સુવિધા છે. આ વિમાન કોઈ શહેરમાં બનેલા બ્લૉક્સ જેટલુ લાંબુ છે. જીઈ એન્જિનથી લેસ આ એરક્રાફ્ટ 700 મીલ પ્રતિ કલાક એટલે કે 1,126.5 કિલોમીટરની ઝડપે 45,100 ફૂટ ઉંચાઈ પર ઉડી શકે છે. એરક્રાફ્ટ 53,611 ગેલન ઈંધણ સાથે ફ્લાય કરે છે. જો એરક્રાફ્ટની ટેંક ફૂલ હોય તો તે અડધી દુનિયાનુ ચક્કર લગાવી શકે છે. જોવામાં ભલે તે એક સામાન્ય બોઈંગ એરક્રાફ્ટની જેમ દેખાય પરંતુ ત્રણ માળના બિલ્ડિંગ સમાન આ એરક્રાફ્ટ પર ન્યૂક્લિયર બોમ્બની પણ કોઈ અસર નથી થઈ શકતી. યુએસ એરફોર્સના બી-2 બૉમ્બર એરક્રાફ્ટ્સ અને બીજા કૉમ્બેટ અરક્રાફ્ટ્સ આને મિડ એર રિ-ફ્યુલિંગની સુવિધા આપે છે. આ પ્લેનમાં લાગેલા એડવાન્સ્ડ એવૉનિક્સ અને બીજી સુવિધાઓ તેને ખાસ બનાવે છે. આ પ્લેન ઈલેક્ટ્રોનિક કાઉન્ટર મેઝર્સથી લેસ છે એટલે કે દુશ્મનના રડારને બ્લૉક કરી શકે છે. પ્લેનના ફ્લેયર્સ મિસાઈલોને પણ નષ્ટ કરી શકે છે.

ઘણા ભાગોમાં જવાની પરવાનગી કોઈને નથી
રાષ્ટ્રપતિ અને તેમનો આખો સ્ટાફ દુનિયાના કોઈ પણ ખૂણાં હજારો ફૂટની ઉંચાઈ પર પણ કોઈની સાથે વાત કરી શકે છે. ઑન બોર્ડ ઈલેક્ટ્રોનિક્સમાં 238 મીલની વાયરિંગ શામેલ છે. આ વાયરિંગથી પ્લેનની સુરક્ષા કકરવા માટે હેવી મેટલ શીલ્ડ લગાવવામાં આવી છે. ન્યૂક્લિયર બ્લાસ્ટથી પ્લેનને બચાવવા માટે ઈલેક્ટ્રોમેગ્નેટીક પલ્સથી લેસ ઈલેક્ટ્રોનિક્સ લગાવવામાં આવ્યા છે. તે ઉડતુ વ્હાઈટ હાઉસ છે અને 45 હજાર ફૂટની ઉંચાઈથી રાષ્ટ્રપતિ અને તેમનો સ્ટાફ દુનિયાના કોઈ પણ ખૂણે કૉલ કરી શકે છે. એરફોર્સ વનને એક રહસ્ટમય એરક્રાફ્ટ ગણવામાં આવે છે કારણકે તેના અમુક ભાગો વિશે કોઈ જાણતુ નથી. અહીં સુધી કે બીજા દેશોથી આવતા નેતાઓ અને જર્નાલિસ્ટને પણ તેના અમુક ભાગો વિશે જાણવાની પરવાનગી નથી.

એક વારમાં બની શકે છે 100 લોકો માટે ભોજન
યુએસ એરફોર્સ પણ એ અંગે ઘણા સજગ છે અને તેના લે-આઉટ માટે ઘણા એલર્ટ રહે છે. તે અંદરથી કેવુ દેખાય છે તેના વિશે ઘણી વાતો થઈ ચૂકી છે પરંતુ કોઈના તરફથી આની પુષ્ટિ થઈ નથી. જો કોઈને પણ આની અંદર વિશે બધી માહિતી મળી પણ છે તો સુરક્ષા કારણોસર તેને આ વિશે વાત કરવાથી મનાઈ કરી દેવામાં આવી. આ એરક્રાફ્ટની એક નહિ પરંતુ બે એડવાન્સ રસોઈમાં ભોજન બને છે. પ્લેનના નીચેના ભાગમાં બનેલા ફ્રીઝર્સમાં મોટી માત્રામાં ભોજનનો સ્ટોક કરીને રાખવામાં આવે છે. આ એરક્રાફ્ટના ક્રૂ એક વારમાં 100 લોકો માટે બોજન બનાવીને ખવડાવી શકે છે. પ્લેનના સ્ટોરેજ ભાગમાં 2000 લોકો માટે ભોજન સ્ટોર કરીને રાખી શકાય છે.

મેડિકલ ફેસિલિટી એક એકથી ચડિયાતી
આ પ્લેનમાં ઑનબોર્ડ ફેસિલિટી સાથે જોડાયેલી ટેકનોલોજી ખૂબ જ ઉત્તમ કક્ષાની છે. પ્લેનમાં એક મેડીકલ રૂમ છે જેમાં મોટાપાયે દવાઓ હાજર છે. ઈમરજન્સી રૂમ સંપૂર્ણપણે આધુનિક ઉપકરણોથી લેસ છે. આ ઈમરજન્સી રૂમમાં ફોલ્ડ આઉટ ટેબલ્સ પણ છે જેનાથી ઑન એર ઑપરેશન પણ થઈ શકે છે. આ પ્લેનની અંદર આઈસીયુ અને વેંટીલેટર યુનિટ પણ છે જેનો ઉપયોગ ઈમરજન્સીમાં થઈ શકે છે. પ્લેનમાં સ્ટાફ ડૉક્ટર પણ રાષ્ટ્રપતિ સાથે ટ્રાવેલ કરે છે. દરેક વિઝિટ પહેલા પ્લેનને દરેક પ્રકારની ઈમરજન્સી પરિસ્થિતિઓથી નિપટવા માટે તૈયાર કરવામાં આવે છે.

રાષ્ટ્રપતિ વિશે માત્ર ક્રૂ મેમ્બરને માહિતી
કોઈ પણ સામાન્ય બોઈંગ 747ની જેમ જ એરક્રાફ્ટમાં ત્રણ લેવલ હોય છે. પરંતુ અંદરથી આ બોઈંગ 747 જેવુ નથી અને તે સંપૂર્ણપણે અલગ દેખાય છે. ત્રણ ડેકવાળા એરક્રાફ્ટના કયા ડેકમાં રાષ્ટ્રપતિ છે તેની માહિતી ક્રૂ મેમ્બર્સને હોય છે. અહીં સુધી કે વિમાનના કંટ્રોલ રૂમને પણ નહિ. જર્નાલિસ્ટને આ પ્લેનના રીયર ડોરથી એન્ટ્રી આપવામાં આવે છે અને અહીંથી તેને મીડલ ડેક પર લઈ જવામાં આવે છે. પ્રેસ એરિયા ઉપરાંત મીડલ ડેકમાં એક સ્ટાફ એરિયા, કિચન, કૉન્ફરન્સ અને ડાઇનિંગ રૂમ, પ્રેસીડેન્ટ સૂઈટ અને ઑફિસ હોય છે. આ ઉપરાંત અહીં સર્વિસ ક્રૂના સૂવાની વ્યવસ્થા હોય છે. આ પ્લેનમાં કમ્યુનિકેશન રૂમ્સ, લાઉન્જ અને કૉકપિટ પણ આ ભાગમાં હોય છે.
આ પણ વાંચોઃ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગત માટે સંપૂર્ણપણે તૈયાર છે ભારત, જાણો 10 મોટી વાતો