For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તૂતીકોરિનમાં ફરી ભડકી હિંસા, એકનું મોત, 3 ઘાયલ

તમિલનાડુના તૂતીકોરિનમાં હજારો લોકો એક સ્ટરલાઈટ કૉપર કારખાનાને બંધ કરવાની માંગ માટે પ્રદર્શન કરી રહ્યા હતા. તેમનું કહેવુ હતુ કે આ કારખાનાને કારણે આસપાસના ગામોમાં લોકોને કેન્સરની બિમારી થઈ રહી છે.

|
Google Oneindia Gujarati News

તમિલનાડુના તૂતીકોરિનમાં હજારો લોકો એક સ્ટરલાઈટ કૉપર કારખાનાને બંધ કરવાની માંગ માટે પ્રદર્શન કરી રહ્યા હતા. તેમનું કહેવુ હતુ કે આ કારખાનાને કારણે આસપાસના ગામોમાં લોકોને કેન્સરની બિમારી થઈ રહી છે. મંગળવારે જ્યારે લોકોએ કલેક્ટર કચેરીની ઘેરાબંધી કરી કૉપર યુનિટ બંધ કરવાની માંગ કરી ત્યારે પરિસ્થિતિ વધુ વણસી ગઈ અને પોલિસ સાથેની ઝડપમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા. વળી, બુધવારે ફરી એક વાર તૂતીકોરિનમાં હિંસા ભડકી ઉઠી છે.

tuticorin

તૂતીકોરિનના અન્નાગર વિસ્તારમાં ફરીથી હિંસા ભડકી ઉઠી છે. અન્નાગરમાં ભડકેલી આ હિંસામાં એકનું મોત નીપજ્યુ છે જ્યારે 3 ઘાયલ બતાવવામાં આવી રહ્યા છે. આ પહેલા પણ સરકારી હોસ્પિટલની બહાર એક બસને આગ લગાવી દેવામાં આવી હતી ત્યારબાદ પોલિસે પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો અને તેમને ત્યાંથી ખસેડવાની કોશિશ કરી હતી. આ ઘટના બાદ તૂતીકોરિનમાં ભારે પોલિસદળ તૈનાત કરી દેવામાં આવ્યુ છે અને પ્રદર્શનકારીઓ પર નજર રાખવામાં આવી રહી છે.

તમને જણાવી દઈએ કે મંગળવારે તમિલનાડુના તૂતીકોરિનમાં એક સ્ટરલાઈટ કૉપર કારખાનાને બંધ કરવા અંગે વિરોધ પ્રદર્શન હિંસક થઈ ગયા બાદ 11 લોકોએ જીવ ગુમાવી દીધા રહતા. તમિલનાડુના મુખ્યમંત્રી પલાનીસ્વામીએ મૃતકોના પરિજનોને 10-10 લાખ રૂપિયાની આર્થિક સહાયતા અને પરિવારના એક શખ્સને સરકારી નોકરીનું એલાન કર્યુ હતુ. જ્યારે ઘાયલોને ત્રણ-ત્રણ લાખ રૂપિયા આપવાની ઘોષણા કરી હતી.

English summary
tuticorin protest one person dead 3 injured fresh violence at anna nagar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X