For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તૂતીકોરીન હિંસાઃ પોલિસ ફાયરિંગમાં મોત મામલે સરકારે ગૃહ મંત્રાલયને મોકલ્યો રિપોર્ટ

તમિલનાડુના તૂતીકોરિનમાં એક સ્ટરલાઈટ કૉપર કારખાનાને બંધ કરાવવાની માંગને લઈને થયેલા હિંસક પ્રદર્શન બાદ પોલિસ ફાયરિંગમાં 13 લોકોના મોત થઈ ગયા હતા. સરકારે ગૃહ મંત્રાલયને પોતાનો રિપોર્ટ મોકલ્યો છે.

|
Google Oneindia Gujarati News

તમિલનાડુના તૂતીકોરિનમાં એક સ્ટરલાઈટ કૉપર કારખાનાને બંધ કરાવવાની માંગને લઈને થયેલા હિંસક પ્રદર્શન બાદ પોલિસ ફાયરિંગમાં 13 લોકોના મોત થઈ ગયા હતા. જ્યારે સેંકડો લોકો ઘાયલ થયા હતા. તૂતીકોરિનમાં પોલિસ ફાયરિંગમાં અત્યાર સુધીમાં 13 લોકોએ જીવ ગુમાવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં તણાવ ચાલુ છે.

tuticorin

વળી, તૂતીકોરિન હિંસા મામલે તમિલનાડુ સરકારે ગૃહ મંત્રાલયને પોતાનો રિપોર્ટ મોકલ્યો છે. આ પહેલા ગૃહ મંત્રાલયે કૉપર યુનિટ સામે પ્રદર્શન દરમિયાન હિંસામાં 13 લોકોના મોત મામલે તમિલનાડુ સરકાર પાસે રિપોર્ટ માંગ્યો હતો. આજે મદ્રાસ હાઈકોર્ટે તમિલનાડુ સરકારને પૂછ્યુ કે તૂતીકોરિનમાં ઈન્ટરનેટ કેમ બંધ છે? આ અંગે પણ મદ્રાસ હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો.

પોલિસ ફાયરિંગમાં થયેલા મોતોના વિરોધમાં રાજકીય દળોએ તમિલનાડુ સરકાર પર નિશાન સાધ્યુ છે અને ડીએમકે દ્વારા 25 મે ના રોજ રાજ્યમાં બંધનું એલાન પણ આપવામાં આવ્યુ છે. આજે પણ ડીએમકેના પ્રદર્શન દરમિયાન પોલિસે કનિમોઝી સહિત ઘણા નેતાઓની ધરપકડ કરી હતી. આ પહેલા પણ તૂતીકોરિન હિંસા અંગે ડીએમકેનું પ્રદર્શન ચાલુ રહ્યુ. કનિમોઝી સહિત ઘણા નેતાઓની પોલિસે ધરપકડ કરી. જેના કારણે પોલિસ અને ડીએમકે કાર્યકર્તાઓ વચ્ચે ઝડપ પણ થઈ. નોંધનીય છે કે તૂતીકોરિનમાં સ્ટરલાઈટ કૉપર યુનિટ સામે વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકો પર પોલિસે ફાયરિંગ કરી દીધી હતી જેમાં 13 લોકોના મોત થયા હતા.

English summary
tuticorin protest tamil nadu government submitted its report to home ministry
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X