પરેશ રાવલે 'આપ' નેતાને કહ્યું, તમારો હસ્તક્ષેપ બિનજરૂરી

Written By:
Subscribe to Oneindia News

અમરનાથના અનંતનાગમાં યાત્રીઓ પર થયેલ આતંકી હુમલાને લઇને હવે રાજકારણીય પક્ષોમાં તર્ક-વિતર્ક થવા લાગ્યા છે. બોલિવૂડ અભિનેતા અને ભાજપ સાસંદ પરેશ રાવલે અમરનાથના આતંકી હુમલા અંગે એક ટ્વીટ કર્યું હતું. આ ટ્વીટ પર આમ આદમી પાર્ટીના પ્રીતિ શર્માએ કંઇક એવો જવાબ આપ્યો કે બંન્ને વચ્ચે ટ્વીટર પર યુદ્ધ જામ્યું છે.

pareshrawal preeti sharma menon tweet war

વાત શરૂ થઇ પરેશ રાવલના ટ્વીટથી. તેમણે લખ્યું હતું, 'અમરનાથ યાત્રાના મૃતકોના પરિવારને કેટલો માનવાધિકાર મળશે? શું તેઓ પાકિસ્તાનને વળતર આપવા દબાણ કરશે કે આતંકવાદ પ્રત્યે સહાનુભૂતિ રાખનારને દબાણ કરશે?' પરેશ રાવલના આ ટ્વીટ પર આમ આદમી પાર્ટીના નેતા પ્રીતિ શર્મા મેનને ટ્વીટ કરી જવાબ આપ્યો હતો કે, 'શરમની વાત છે. આતંકવાદ સામે રાષ્ટ્રએ એક થઇ લડવું જોઇએ, એની જગ્યાએ અમુક લોકો સરકારને દોષમુક્ત કઇ રીતે કરવી એ વિચારી રહ્યાં છે.'

પ્રીતિ શર્માના ટ્વીટ પર પરેશ રાવલે સણસણતો જવાબ આપતાં લખ્યું, 'મેમ, મને તમારા અભિપ્રાયની જરૂર હશે તો હું તમને કહીશ. ત્યાં સુધી મહેરબાની કરી શાંત રહો.' આની સામે પ્રીતિ શર્માએ લખ્યું, 'સર, શું આ ધમકી છે? કે આદેશ છે? કોણ મરી ગયું અને કોણે તમને ભગવાન બનાવી દીધા?' ટ્વીટર યુદ્ધને આગળ વધારતાં ફરી પરેશ રાવલે ટ્વીટ કર્યું. તેમણે લખ્યું, 'મેમ, આ કોઇ ધમકી કે આદેશ નહીં, પરંતુ એક સલાહ છે. મેં મનાવઅધિકાર અંગે ટ્વીટ કર્યું હતું અને એમાં તમારો હસ્તક્ષેપ બિનજરૂરી હતો.'

English summary
Tweet War: BJP MP Paresh Rawal and AAP leader Preeti Menon Sharma.
Please Wait while comments are loading...