For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IIT JEE: આનંદ કુમારના સુપર 30 માંથી 26 એ મારી બાજી

આઈઆઈટી જેઈઈ એડવાન્સના પરિણામોમાં આ વખતે પણ આનંદ કુમારના ફેમસ સુપર 30 માંથી 26 છાત્રોને સફળતા મળી છે.

|
Google Oneindia Gujarati News

આઈઆઈટી જેઈઈ એડવાન્સના પરિણામોમાં આ વખતે પણ આનંદ કુમારના ફેમસ સુપર 30 માંથી 26 છાત્રોને સફળતા મળી છે. આર્થિક રીતે નબળા છાત્રોને દેશની પ્રતિષ્ઠિત એન્જિનિયરીંગ કોલેજમાં પ્રવેશ અપાવવા માટે આનંદ કુમાર 2002 થી સુપર 30 નામથી કોચિંગ ચલાવી રહ્યા છે જેના મોટાભાગના છાત્રો દર વર્ષે આઈઆઈટીની પરીક્ષામાં બાજી મારે છે.

anandkumar

જ્યારે રવિવારે આઈઆઈટી જેઈઈ એડવાન્સ 2018 ના પરિણામની ઘોષણા થઈ ત્યારે સુપર 30 એ આ વખતે ફરીથી કમાલ કરી. 26 છાત્રો સફળ થવા પર સુપર 30 ના સંસ્થાપક આનંદ કુમારે મહત્વની ઘોષણા કરતા કહ્યુ કે હવે આગામી વર્ષ માટે આર્થિક રીતે નબળા 90 છાત્રોને આઈઆઈટી જેઈઈ પરીક્ષાની તૈયારી કરાવશે.

આનંદકુમારે કહ્યુ કે 90 છાત્રોની આ બેચ પસંદ કરવા માટે તે એક પ્રવેશ પરીક્ષા કરાવશે. આ વખતના પ્રદર્શન પર તેમણે કહ્યુ કે એ જોઈને સંતોષ થાય છે કે જ્યાં વિકાસ થયો નથી ત્યાંના છાત્રો શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યા છે. આઈઆઈટી જેઈઈ પરીક્ષામાં સુપર 30માં તૈયારી કરીને પાસ થયેલા ઓનિરજીત ગોસ્વામીએ કહ્યુ કે આનંદ સરે જે સહયોગ કર્યો છે તેને અમે ક્યારેય ન ભૂલી શકીએ. ઝારખંડના સૂરજકુમારના પિતા ગરીબ ખેડૂત છે અને પુત્રની સફળતાથી ખૂબ ખુશ છે.

સૂરજે કહ્યુ કે આનંદ સરે માર્ગદર્શન સાથે અમને પ્રોત્સાહન પણ આપ્યુ. બધા છાત્રોએ આનંદ સરને પોતાની સફળતાનો શ્રેય આપ્યો. હવે આનંદ કુમાર પોતાના સુપર 30 ને વિસ્તારવા માંગે છે અને 90 છાત્રોને કોચિંગ આપવાની યોજના બનાવી રહ્યા છે.

English summary
Twenty six out of Thirty students passed in IIT JEE Advanced Exam
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X