
જે ટ્વિટર હેન્ડલના ટ્વિટ પર મોહમ્મદ ઝુબેરની થઈ હતી ધરપકડ, તે ટ્વિટર પરથી થયુ ગાયબ
નવી દિલ્લીઃ જે ટ્વિટર હેન્ડલ પરથી ઑલ્ટ ન્યૂઝ સહ-સંસ્થાપક મોહમ્મદ ઝુબેર વિરુદ્ધ ટ્વિટ કરવામાં આવ્યુ હતુ અને તેના આધારે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી તે હવે ગાયબ થઈ ગયુ છે. પોલીસ સૂત્રોએ જણાવ્યુ કે તે ટ્વિટર હેન્ડલ હવે ડિલીટ કરી દેવામાં આવ્યુ છે. તમને જણાવી દઈએ કે આ ટ્વિટર હેન્ડલે મોહમ્મદ ઝુબેરના ટ્વીટને રીટ્વીટ કરીને ફરિયાદ કરી હતી. ત્યારબાદ મોહમ્મદ ઝુબેરની ધરપકડ કરવામાં આવી હતી.
વાસ્તવમાં ટ્વિટર પર જે ટ્વિટર હેન્ડલ કે જેણે સત્તાવાર રીતે મોહમ્મદ ઝુબેર વિરુદ્ધ ટ્વિટ કરીને ફરિયાદ નોંધાવી હતી અને જેના આધારે તેની ધરપકડ કરવામાં આવી હતી, તે હવે ટ્વિટર પરથી ગાયબ થઈ ગયુ છે.એટલે કે આ ટ્વિટર હેન્ડલને ડિલીટ કરી દેવામાં આવ્યુ છે. આ ટ્વિટર હેન્ડલનુ નામ હનુમાન ભક્ત હતુ. આ ટ્વિટર હેન્ડલ પરથી 19 જૂને એક ટ્વિટ કરવામાં આવ્યુ હતુ જેમાં કહેવામાં આવ્યુ હતુ કે મોહમ્મદ ઝુબેરની ધરપકડ કરવામાં આવે કારણ કે તેણે ભગવાનનુ અપમાન કર્યુ છે. બુધવારે @balajikijaiin નામના ટ્વિટર હેન્ડલે ટ્વીટ કર્યુ હતુ કે આ ટ્વિટર હેન્ડલ હવે ડિલીટ કરવામાં આવ્યુ છે.
તમને જણાવી દઈએ કે ટ્વિટર પર આ જ હેન્ડલની ફરિયાદના આધારે મોહમ્મદ ઝુબેરની દિલ્હી પોલીસની સાયબર ક્રાઈમ યુનિટે ધરપકડ કરી હતી. આ પછી 2020 પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલા કેસમાં તેની પૂછપરછ કરવામાં આવી છે. આ કેસમાં કોર્ટે મોહમ્મદ ઝુબેરને ધરપકડમાંથી રાહત આપી હતી. ઝુબેરની ધાર્મિક લાગણી ભડકાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. તેને ચાર દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. વળી, જ્યારે પોલીસને આ અંગે પૂછવામાં આવ્યુ ત્યારે અમે હજુ સુધી ફરિયાદીનો સંપર્ક કર્યો નથી. નોંધનીય છે કે જે દિવસે મોહમ્મદ ઝુબેરની ધરપકડ કરવામાં આવી હતી ત્યાં સુધી ડિલીટ કરેલા ટ્વિટર હેન્ડલ પરથી માત્ર એક જ ટ્વીટ કરવામાં આવ્યુ હતુ અને તેનો માત્ર 1 ફોલોઅર હતો પરંતુ ઝુબેરની ધરપકડ બાદ આ હેન્ડલને 12 હજાર લોકોએ ફોલો કર્યુ હતુ.