Twitter Down: ટ્વિટર સેવા ફરીથી ચાલુ, કંપનીએ જણાવ્યુ કેમ ઠપ્પ થઈ હતી સર્વિસ
નવી દિલ્લીઃ દુનિયાભરમાં કરોડો લોકો દ્વારા ઉપયોગ કરાતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર લગભગ બે કલાકના વૈશ્વિક આઉટેજના કારણે ગુરુવારે(15 ઓક્ટોબર) સાંજે ડાઉન રહ્યુ. જો કે હવે ટ્વિટર સેવા ફરીથી ચાલુ થઈ ગઈ છે. માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરની દુનિયાભરના ઘણા દેશોમાં સેવાઓ ઠપ્પ થઈ ગઈ હતી. ભારતીય સમય અનુસાર લગભગ 7 વાગે સોશિયલ સાઈટ ઠપ્પ થઈ ગઈ હતી. કંપનીએ હવે અધિકૃત જવાબ આપીને જણાવ્યુ છે કે તેમની સાઈટ હેક નહોતી થઈ.
કેલિફોર્નિયા સ્થિત કંપનીએ ટ્વિટ કરીને જણાવ્યુ, ટ્વિટર તમારામાંથી ઘણા લોકો માટે ડાઉન થઈ ગયુ છે અને અમે તેને પાછુ લાવવા અને બધાના માટે ચલાવવા માટે કામમાં લાગેલા છે. અમારી પોતાની આંતરિક સિસ્ટમમાં કંઈક મુશ્કેલી હતી. અમારી સિક્યોરિટી કે સાઈટ હેક થવાના કોઈ પુરાવા મળ્યા નથી.
ભારતીય સમયાનુસાર સાંજે 7 વાગ્યા આસપાસ ટ્વિટર યુઝર્સને સાઈટ પર લૉગઈનની મુશ્કેલી થઈ રહી હતી. કોઈ પણ ટ્વિટ નહોતી થઈ શકતા. અમુક યુઝર્સ પોતાના અકાઉન્ટમાં લૉગઈન તો કરી શકતા હતુ પરંતુ તેને સર્ચ કરવા પર અમુક કન્ટેન્ટ શો થઈ રહ્યુ હતુ. ટ્વિટ કરવા પર લખેલુ આવતુ હતુ - 'કંઈ ખોટુ થઈ ગયુ, પરંતુ અકળાશો નહિ - ચલો તેને વધુ એક શૉટ આપો'
Downdetector.com અનુસાર પ્રત્યેક મહાદ્વીપ પર યુઝરે ટ્વિટનો ઉપયોગ કરવામાં અસમર્થ હોવાની સૂચના આપી હતી પરંતુ આઉટેજ સંયુક્ત રાજ્ય અમેરિકાના પૂર્વ અને પશ્ચિમી તટો પર કનેક્ટ હતુ. આ ઉપરાંત જાપાનમાં પણ ચાલી રહ્યુ હતુ. આ પહેલા પણ ઘણી વાર ટ્વિટર ડાઉન થવાની ફરિયાદ આવી છે. છેલ્લા અમુક વર્ષોમાં ટ્વિટર પર હેકિંગ જેવી સમસ્યાઓ પણ જોવામાં આવી છે.
Twitter has been down for many of you and we’re working to get it back up and running for everyone. We had some trouble with our internal systems and don’t have any evidence of a security breach or hack: Twitter Support pic.twitter.com/IAifUpVRVN
— ANI (@ANI) October 16, 2020