For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Womens Day 2020: પીએમ મોદીએ 7 મહિલાઓને સોંપ્યા પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ

Womens Day 2020: પીએમ મોદીએ 7 મહિલાઓને સોંપ્યા પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ આજે આખું વિશ્વ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવી રહ્યું છે, આ ખાસ અવસર પર દેશના પીએમ મોદીએ દેશની તમામ મહિલાઓને શુભેચ્છા પાઠવી છે, પીએમના ટ્વિટર હેંડલથી ટ્વીટ કરવામાં આવ્યું છે કે હું નારી શક્તિનેસેલ્યૂટ કરું છું, મેં થોડા દિવસ પહેલા જ કહ્યું હતું કે હું આજના દિવસે મારા ટ્વિટર અકાઉન્ટ દેશની મહિલાઓને સોંપી દઈશ તો તેના માટે 7 મહિલાઓની પસંદગી કરી છે, જે આજે તમારા બધા સાથે મારા ટ્વિટર અકાઉન્ટ દ્વારા પોતાની અત્યાર સુધીની જર્ની વિશે જણાવશે.

7 મહિલાઓ પીએમ મોદીના સોશિયલ મીડિયા અકાઉન્ટ સંભાળશે

7 મહિલાઓ પીએમ મોદીના સોશિયલ મીડિયા અકાઉન્ટ સંભાળશે

ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને ખાસ બનાવવા માટે પીએમ મોદીએ ટ્વીટ કરતા કહ્યું હતું કે આ મહિલા દિવસ પર હું મારા સોશિયલ મીડિયા અકાઉન્ટ એવી મહિલાઓને સોંપી દઈશ જેમનું જીવન અને કાર્ય અમને પ્રેરિત કરો છે. આનાથી તેમને લોકોને પ્રોત્સાહિત કરવામાં મદદ મળશે.

ટ્વિટર પર પીએણ મોદીને 53.3 મિલિયન લોકો ફોલો કરે છે

જણાવી દઈએ એફબી પર પીએણ મોદીને ફોલો કરનારાઓની સંખ્યા 44,598,804 છે, ટ્વિટર પર પીએણ મોદીને 53.3 મિલિયન લોકો ફોલો કરે છે, ખુદ પીએણ મોદીએ પોતાના ટ્વિટર અકાઉન્ટથી 2373 લોકોને ફોલો કરે છે. ઈન્સ્ટાગ્રામ પર પીએણ મોદીને 35.2 મિલિયન લોકો ફોલો કરે છે, જ્યારે યૂટ્યૂબની વાત કરીએ તો અહીં પીએણ મોદીના 4.51 મિલિયન સબ્સક્રાઈબર્સ છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ નારી શક્તિને સલામ કર્યા

મહિલા દિવસના અવસર પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ ટ્વીટ કરી મહિલાઓને શુભકામનાઓ પાઠવી, તેમણે લખ્યું, આવો આપણે મહિલાઓની સુરક્ષા અને સન્માન સુનિશ્ચિત કરવાનો સંકલ્પ લઈએ, જેથી તેઓ પોતાની આશાઓ અને આકાંક્ષાઓને પૂરી કરવા માટે ઈચ્છા મુજબ અટક્યા વિના આગળ વધી શકે.

ગૂગલે પણ વિશ્વની મહિલાઓને સલામ કરી

ગૂગલે પણ વિશ્વની મહિલાઓને સલામ કરી

એટલું જ નહિ આજે દુનિયાના સૌથી મોટા સર્ચ એન્જીને પણ આ દિવસને સેલિબ્રેટ કર્યો છે. ગૂગલે પોતાના ડૂડલ દ્વારા મહિલા દિવસ પર લોકોને શુભેચ્છા પાઠવી છે. ગૂગલે હંમેશા દેશ-દુનિયાની મોટી ઈવેન્ટ કે મોટા લોકોના જન્મદિવસ કે પુણ્યતિથિને આવી રીતે જ પોતાના ડૂડલ પર જગ્યા આપી છે. આજના સ્પેશિયલ ડૂડલમાં એક એનિમેટેડ વીડિયો છે, જેમાં દુનિયાભરની મહિલાઓ અને જનરેશનને દર્શાવવામાં આવી છે.

પહેલીવાર સામે આવ્યો કોરોના વાયરસનો અસલી ચહેરો, જુઓ કેટલો ખતરનાક છે આ વાયરસપહેલીવાર સામે આવ્યો કોરોના વાયરસનો અસલી ચહેરો, જુઓ કેટલો ખતરનાક છે આ વાયરસ

English summary
Twitter Handle, 7 Women Achievers To Take Over PM's Social Media Accounts, see Pm Modi's Tweet.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X