For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સામાન્ય વ્યક્તિને બ્લ્યુ, સરકારી સંસ્થાઓને ગ્રે, કંપનીઓને ગોલ્ડ, હવે અલગ-અલગ રંગના હશે ટ્વિટરના વેરિફાઈડ બેજ

ટ્વિટરના અલગ-અલગ રંગ, બ્લૂ, ગ્રે અને ગોલ્ડ રંગના ટિક માટેનો વેરિફિકેશન પ્રોગ્રામ આખરે લૉન્ચ કરવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

Twitter Blue Tick: ટ્વિટરના સીઈઓ એલન મસ્કે ટ્વિટરના વેરિફાઈડ બેજને લઈને મોટો નિર્ણય લીધો છે. હવેથી ટ્વિટર અકાઉન્ટ ત્રણ રંગોમાં વેરિફાઈડ થશે. મસ્કે કહ્યુ કે હવે અલગ-અલગ પ્રકારના અકાઉન્ટમાં અલગ-અલગ રંગના ટ્વિટ હશે. જેમાં સામાન્ય માનવી, સરકારી સંસ્થા અને કંપનીઓ માટેના રંગોની પસંદગી કરવામાં આવી છે. સરકારી સંસ્થા માટે ગ્રે, કંપની માટે ગોલ્ડ અને સામાન્ય વ્યક્તિ માટે બ્લૂ ટિક હશે. આના માટે ટ્વિટરનો અપડેટેડ વેરિફિકેશન પ્રોગ્રામ લૉન્ચ થઈ ગયો છે. જેની માહિતી એલન મસ્કે ટ્વિટર પર આપી. તેમણે ટ્વિટ કર્યુ હતુ, 'વિલંબ માટે માફી માંગુ છુ. અમે અસ્થાયી રીતે આવતા સપ્તાહથી વેરિફિકેશન પ્રોગ્રામ લૉન્ચ કરી રહ્યા છીએ.'

twitter

મસ્કે વધુમાં કહ્યુ કે, 'હવે કંપનીઓના વેરિફાઈડ અકાઉન્ટમાં ગોલ્ડન ટિક હશે, સરકાર માટે વેરિફાઈડ અકાઉન્ટનુ ટિક ગ્રે રંગનુ હશે. વ્યક્તિઓ માટે(સેલિબ્રિટી અથવા નહિ) બ્લૂ ટિક રહેશે. નવી ઑટોમેટિક વ્યવસ્થા બનવા સુધી આ બધા અકાઉન્ટ્સને હાલમાં મેન્યુઅલી વેરિફાઈડ કરવામાં આવશે.'

જો કે, ધ વર્જના એક અહેવાલ મુજબ કંપનીના સુરક્ષા કર્મચારીઓની ચેતવણી છતાં માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ પર 'ટ્વિટર બ્લૂ' સબસ્ક્રિપ્શન શરૂ કરવામાં આવ્યુ. એલન મસ્કે અગાઉ દર મહિને 7.99 USD (રૂ. 1600) ચૂકવીને ટ્વિટર અકાઉન્ટ વેરિફાઇ કરાવવાની સ્કીમ શરૂ કરી હતી.

એલન મસ્કના આ નિર્ણયની ખોટી અસર પડી. ઘણા લોકો પૈસા ભરીને ફેક એકાઉન્ટ વેરિફાઈ કરાવવા લાગ્યા હતા. જે બાદ એલન મસ્કે પૈસા ચૂકવીને એકાઉન્ટ વેરિફિકેશન સિસ્ટમ બંધ કરી દીધી હતી. જો કે, હવે ટ્વિટર દ્વારા અન્ય કંપની અથવા વ્યક્તિના નામે બનાવેલ ટ્વિટર એકાઉન્ટ બ્લૉક કરવામાં આવી રહ્યુ છે.

English summary
Twitter launched verified account of three different colour blue, grey and gold tick
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X