
ટ્વિટર પર PMOના ફોલોઅર્સ પાંચ લાખને પાર
ગાંધીવાદી કાર્યકર્તા અન્ના હઝારેના ભ્રષ્ટાચારની વિરુદ્ધ જોરદાર આંદોલનની વચ્ચે 23 જાન્યુઆરી, 2012ના રોજ ટ્વિટર પર વડાપ્રધાન મનમોહન સિંહના કાર્યાલયના ટ્વિટર એકાઉન્ટ પીએમઓ ઇન્ડિયાના ચાહકોની સંખ્યા સોમવારે સાંજે પાંચ લાખના આંકડાને પાર કરી ગઇ છે. વર્તમાન સમયમાં વડાપ્રધાન કાર્યાલયના ચાહકોની સંખ્યા પાંચ લાખ 583 થઇ ગઇ હતી.
પીએમઓએ પાછલા 15 મહિનાની અંદર ટ્વિટર પર સક્રિયતા દાખવી છે. અત્યાર સુધીમાં તેણે 2014 ટ્વિટ કર્યા છે. વડાપ્રધાનના કાર્યાલયમાં કુલ 35 લોકો અને સંગઠન તેને ફોલો કરે છે. જેમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિ ડિલમા રોઉસેફ, બ્રિક્સ, આયોજન પંચ, સૂચના અને પ્રસારણ પ્રધાન મનીષ તિવારી, કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી આર પી એન સિંહ, ઓમર અબ્દુલ્લા, સૂચના અને પ્રસારણ મંત્રાલય, શશી થરૂર, મલેશિયાના વડાપ્રધાન મોહમ્મદ નજીબ તનુ રઝ્ઝાક, સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ બાન કી મૂન, બ્રિટિશ વડાપ્રધાન ડેવિડ કેમરૂન અને રશિયાના વડાપ્રધાન દમિત્રી મેદવેદેવનો સમાવેશ થાય છે.