• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Twitter Top - 10: આ ટ્વિટને મળ્યા સૌથી વધુ લાઈક્સ, ભારતમાં એક વિદેશીનુ ટ્વિટ થયુ લોકપ્રિય

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ વર્ષ 2021નો છેલ્લો મહિનો ચાલી રહ્યો છે અને થોડા દિવસ બાદ દુનિયા નવા વર્ષનુ સ્વાગત કરશે. ગયા વર્ષે 2020માં જ્યારે કોરોના વાયરસે દુનિયાને પોતાની ચપેટમાં લઈ લીધુ તો દરેકને આ વર્ષથી પૉઝિટિવ આશા હતી. જો કે, અમુક દેશો માટે વર્ષ 2021 જરુર સારુ રહ્યુ હશે પરંતુ ભારતે આ વર્ષ દરમિયાન ઘણી આફતોનો સામનો કરવો પડ્યો. વળી, ઘણા એવા મુદ્દાઓ રહ્યા જેને લઈને ટ્વિટર પર જંગ જોવા મળી. આખુ વર્ષ ઘણા હેશટેગ ટ્રેંડિંગમાં રહ્યા. આજે અમે તમને 2021માં ટ્વિટર પર ચર્ચિત ટ્વિ્ટ, ટૉપ હેશટેગ અને સૌથી લોકપ્રિય ટ્વિટસ વિશે માહિતી આપવા જઈ રહ્યા છે.

ભારતના 2021ના ટૉપ 10 હેશટેગ

ભારતના 2021ના ટૉપ 10 હેશટેગ

1. #COVID19
2. #FarmersProtest
3. #TeamIndia
4. #Tokyo2020
5. #IPL2021
6. #IndVEng
7. #Diwali
8. #Master
9. #Bitcoin
10 #PermissionToDance

ભારતમાં 2021માં સૌથી રી-ટ્વિટ અને લોકપ્રિય ટ્વિટ

ભારતમાં 2021માં સૌથી રી-ટ્વિટ અને લોકપ્રિય ટ્વિટ

ટૉપ 10 હેશટેગ ઉપરાંત ટ્વિટર ઈન્ડિયાઓ એ ટ્વિટને પણ શેર કર્યુ છે જે વર્ષ 2021માં ભારતમાં સૌથી વધુ લોકપ્રિય રહ્યુ. તમને જાણીને નવાઈ લાગશે કે આ ટ્વિટ કોઈ ભારતીય દ્વારા નહિ પરંતુ એક વિદેશી દ્વારા કરવામાં આવ્યુ હતુ. 26 એપ્રિલના રોજ ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર પેટ કમિંસ દ્વારા કરવામાં આવેલ એક ટ્વિટને ભારતીયોએ ખૂબ જ પસંદ કર્યુ. 2021માં સૌથી વધુ રી-ટ્વિટ કરાયેલુ પણ ટ્વિટ છે. પોતાના આ ટ્વિટમાં પેટ કમિંસે પોતાના ભારત પ્રવાસના અનુભવને શેર કર્યો હતો. પેટ કમિંસના આ ટ્વિટને ભારતમાં ગોલ્ડન ટ્વિટનો ખિતાબ મળ્યો છે.

2021માં સૌથી વધુ લાઈક્સ મેળવનાર ટ્વિટ

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરોટ કોહલી અને તેની પત્ની અભિનેત્રી અનુષ્કા શર્માએ એ વર્ષે ટ્વિટર પર પોતાના ફેન્સને મોટી ખુશખબરી આપી. 11 જાન્યુઆરીએ વિરાટ-અનુષ્કાએ પોતાના પહેલા બાળકનુ સ્વાગત કર્યુ. જેની પહેલી ઝલકની ફેન્સ રાહ જોઈ રહ્યા હતા. વિરાટ કોહલીએ ટ્વિટર પર દુનિયાને આ ગુડ ન્યૂઝની માહિતી આપી હતી. ત્યારબાદ આ ટ્વિટ ભારતમાં સૌથી વધુ લાઈક્સ મેળવનાર ટ્વિટ બની ગયુ.

ટૉપ 10 સૌથી વધુ પોસ્ટ કરાયેલ ઈમોજી

આ ઉપરાંત ટ્વિટ ઈન્ડિયાએ માઈક્રો બ્લૉગિંગ વેબસાઈટ પર સૌથી વધુ પોસ્ટ થયેલ ઈમોજીનુ લિસ્ટ પણ શેર કર્યુ છે. આમાં સૌથી પહેલા નંબરે ભારતીય સંસ્કૃતિને દર્શાવતુ નમસ્તે ઈમોજી છે. વળી, બીજા નંબરે સૌથી વધુ હાહા ઈમોજીનો ઉપયોગ કરવામાં આવ્યો. આ લિસ્ટમાં ફાયર, લાઈક, લવ અને ક્રાય જેવા ઘણા ઈમોજી પણ શામેલ કરવામાં આવ્યા. આ બધાનો ઉપયોગ ભારતમાં સૌથી વધુ કરવામાં આવ્યો.

English summary
Twitter Top-10: This tweet got the most likes, Pat Cummins tweet became popular in India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X