For Daily Alerts
પાકિસ્તાન દ્વારા સીમા પર સીઝફાયર, 2 જવાન થયા શહીદ
જમ્મુ કાશ્મીરના કુપવાડામાં પાકિસ્તાની સેના તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં સેનાના બે જવાનોની શહીદ થઇ ગયા છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન અવાર નવાર ભારતીય સીમા પર સીઝ ફાયર કરે છે. અને આ સીઝ ફાયરની આડમાં આંતકી ધૂસણખોરોને ભારતમાં દાખલ કરવાનો પ્રયાસ કરે છે. ત્યારે અમરનાથ યાત્રા પર થયેલા આંતકી હુમલાના 2 દિવસની અંદર જ પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા સીઝ ફાયરમાં ભારતના બે જવાનો શહીદ થયા છે.
આ પહેલા પણ 8 જુલાઇના રોજ પાકિસ્તાને પૂંછ વિસ્તારમાં ફાયરિંગ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે અમરનાથ યાત્રા પર થયેલા હુમલા પછી સમગ્ર કાશ્મીરમાં હાઇ એલર્ટ છે અને પોલીસ દ્વારા વિવિધ જગ્યાએ સર્ચ ઓપરેશન કરીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તેવામાં પાકિસ્તાને વધુ એક નાપાક પ્રયાસ કરી સીઝ ફાયરનું ઉલ્લંધન કર્યું છે.