For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈન્ડિગોના બે વિમાન આવ્યા સામસામે, મોટી દૂર્ઘટના ટળી

બેંગલુરુમાં એક મોટી દૂર્ઘટના ટળી ગઈ છે. ઈન્ડિગોના બે વિમાન આકાશમાં એકબીજાની સામે આવી ગયા હતા.

|
Google Oneindia Gujarati News

બેંગલુરુમાં એક મોટી દૂર્ઘટના ટળી ગઈ છે. ઈન્ડિગોના બે વિમાન આકાશમાં એકબીજાની સામે આવી ગયા હતા. આમાંથી એક વિમાનનું સંચાલન કોઈમ્બતુર-હૈદરાબાદ વચ્ચે હતુ તો બીજાનું બેંગલુરુ-કોચ્ચિ વચ્ચે હતુ. અંગ્રેજી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર 10 જુલાઈના રોજ બેંગલુરુના આકાશમાં ઉપર ઉડાન ભરી રહેલા ઈન્ડિગો એરલાઈન્સના 2 વિમાન એકબીજાની ખૂબ જ નજીક આવી ગયા હતા. સેકન્ડભરના અંતર પર બંને વિમાન હતા, પરંતુ અણીના સમયે જ સતર્કતા વાપરવામાં આવી અને મોટી દૂર્ઘટના ટળી ગઈ.

આટલી ઉંચાઈ પર થયો આમનો સામનો

આટલી ઉંચાઈ પર થયો આમનો સામનો

જાણકારી મુજબ ઈન્ડિગોની ફ્લાઈટ નંબર 6E 779 કોઈમ્બતુરથી હૈદરાબાદ જઈ રહી હતી, ફ્લાઈટ નંબર 6E 6505 બેંગલુરુથી કોચ્ચિના માર્ગમાં હતી. એર ટ્રાફિક કંટ્રોલર (ATC) એ ઈન્ડિગોની ફ્લાઈટ નંબર 6E 779 ને 36,000 ફૂટની ઉડાન ભરવાનું કહ્યુ હતુ જ્યારે ફ્લાઈટ નંબર 6E 6505 ને 28,000 ફૂટની ઉંચાઈ પર ઉડવાનું કહ્યુ હતુ. જો કે બંને વિમાન તે વખતે સામસામે આવી ગયા જ્યારે 6E 779 હવામાં 27,300 ફૂટની ઉંચાઈ પર અને 6E 6505 આકાશમાં 27,500 ફૂટની ઉંચાઈ પર હતા.

બંને વચ્ચે માત્ર 200 ફૂટનું અંતર

બંને વચ્ચે માત્ર 200 ફૂટનું અંતર

બંને વિમાનો વચ્ચે માત્ર ચાર મીલનું અંતર રહી ગયુ હતુ અને વર્ટીકલ દ્રષ્ટિએ તેમની વચ્ચે માત્ર 200 ફૂટનું અંતર હતુ. હાલમાં આ મામલે એ જાણકારી મળી શકી નથી કે આવી ભૂલ શેના કારણે થઈ. જો કે સતર્કતાના કારણે દૂર્ઘટના ટળી ગઈ. વિમાન કંપની તરફથી હજુ સુધી કોઈ અધિકૃત નિવેદન જારી કરવામાં આવ્યુ નથી.

એર ઈન્ડિયાનું વિમાન પણ રનવે પર લપસ્યુ

એર ઈન્ડિયાનું વિમાન પણ રનવે પર લપસ્યુ

મુંબઈ એરપોર્ટ પર તે સમયે એક દૂર્ઘટના ટળી ગઈ જ્યારે એર ઈન્ડિયા એક્સપ્રેસનું એક વિમાન લેન્ડીંગ કરતી વખતે રનવે પરથી લપસી ગયુ. ઘટના બપોરે 2.51 વાગે બની. જ્યારે વિજયવાડાથી મુંબઈ આવી રહેલ એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ IX213 અચાનક રનવે પરથી લપસી પડી.

English summary
Two IndiGo planes came dangerously close to colliding in the airspace above Bengaluru on Tuesday, sources said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X