For Quick Alerts
For Daily Alerts
કર્ણાટકમાં બે મંત્રીઓના રાજીનામા, ભાજપ ચિંતામાં
બેંગલુરુ, 21 ફેબ્રુઆરી: કર્ણાટકમાં નબળી પડી રહેલી પાર્ટીની સાખને લઇને ભારતીય જનતા પાર્ટી ફરી ચિંતામાં આવી ગઇ છે. ગુરુવારે કર્ણાટકમાં જગદીશ સેટ્ટાર સરકારના વધુ બે મંત્રીઓએ પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધું છે અને સાથે સાથે પાર્ટી છોડવાની તૈયારી પણ કરી દીધી છે. સરકાર ભલે જ હજી પણ બહુમતમાં હોય, પરંતુ ધીરે ધીરે પાર્ટીનું નબળુ પડવું બેંગલુરુથી લઇને દિલ્હી સુધી ખતરાની ઘંટડી વાગી છે.
ભાજપ સરકારને રાજીનામુ આપનારા મંત્રીઓમાં વનમંત્રી સી.પી. યોગેશ્વર તથા લઘુ ઉદ્યોગ મંત્રી નરસિમ્હા નાયકનો સમાવેશ થાય છે જે રાજૂ ગૌડાના નામથી પણ ઓળખાય છે. ગૌડાએ અત્રે મીડિયાને જણાવ્યું કે તેમણે તેમના રાજીનામા મુખ્યમંત્રી જગદીશ શેટ્ટારને સોપી દીધા છે. બાદમાં તેઓ વિધાનસભાની સભ્યપદ પરથી પણ રાજીનામુ આપવા ગૃહના અધ્યક્ષ કે.જી બૌપેય્યાને પણ મળશે.
આ બંને મંત્રીઓના રાજીનામા એવા વખતે આવ્યા છે, જ્યારે માર્ચમાં સ્થાનીય અને મેમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જણાવવામાં આવે છે કે રાજીનામુ આપનાર બંને મંત્રીઓ કોંગ્રેસમાં સામેલ થવાની શક્યતા છે. જોકે પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાની કર્ણાટક જનતા પાર્ટી પણ તેમને તેમની તરફ ખેંચવાનો પ્રયાસ કરશે.