For Quick Alerts
For Daily Alerts
કેદારનાથમાં વધુ એક હેલિકોપ્ટર ક્રેશ, પાયલટ સહિત બેના મોત
દેહરાદૂન, 24 જુલાઇ : કેદારનાથમાં આવેલ કૂદરતી આફતમાંથી રાજ્ય હજી સંપૂર્ણપણે બેઠું થઇ શક્યું નથી આજે બુધવારે વધુ એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું છે. આ દુર્ઘટનામાં પાયલટ સહિત બે લોકોના મોત થયાના સમાચાર છે.
મળી રહેલા સમાચાર અનુસાર એક ખાનગી કંપનીનું હેલિકોપ્ટર કેદાર ઘાટીમાં સફાઇ કામગીરી માટે મજદૂરો અને કર્મચારીઓને લાવવા અને લઇ જવા માટેની કામગીરી કરી રહ્યું હતું.
કેદારનાથ ઘાટીમાં ગરૂડ ચટ્ટી પાસે અચાનક આ હેલિકોપ્ટર દુર્ઘનાગ્રસ્ત થઇ ગયું. જેમાં સવાર પાયલટ સહિત બે લોકોના મરવાના સમાચાર છે. જોકે હજી સુધી આ હેલિકોપ્ટરના ક્રેસ થવાનું કારણ જાણી શકાયું નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે કેદારનાથમાં આવેલા પૂરના પગલે લોકોને બચાવવાની કામગીરી કરતી વખતે આ પહેલા એક સેનાનું પણ હેલિકોપ્ટર ક્રેશ થઇ ગયું હતું જેમાં 8 લોકોના મોત થયા હતા. આ હેલિકોપ્ટરમાં વાયુસેનાના પાંચ અધિકારીઓ અને ત્રણ અન્ય સામાન્ય નાગરીક હતા. આ હેલિકોપ્ટર કેદારનાથથી ગૌરીકુંડ તરફ જઇ રહ્યું હતું ત્યારે આ દુર્ઘટના થઇ હતી.