For Quick Alerts
For Daily Alerts
UP: લોધેશ્વર મહાદેવ મંદિરમાં નાસભાગ, 2ના મોત
બારાબંકી, 10 માર્ચ: ઉત્તર પ્રદેશમાં બારબંકી જિલ્લાના રામનગર સ્થિત લોધેશ્વર મહાદેવ મંદિરમાં આજે સવારે શિવલિંગ પર જળાભિષેક કરવા માટે આવેલા કાવાડિયોમાં મચેલી નાસભાગમાં ઓછામાં ઓછા બે લોકોના મોત નિપજ્યા છે તથા લગભગ 10 લોકો ઇજાગ્રસ્ત થયા છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મહા શિવરાત્રીના પર્વ નિમિત્તે લોધેશ્વર મહાદેવ મંદિરમાં મોટી સંખ્યામાં કાવડિયાઓ જળાભિષેક કરવા માટે લાઇન ઉભા હતા. તે દરમિયાન જળ ચઢાવવાની હોડમાં નાસભાગ મચી હતી તે દરમિયાન ચપેટમાં આવનાર બે શ્રદ્ધાળુનું ધટનાસ્થળે મોત નિપજ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર નાસભાગમાં ઓછામાં ઓછા 10 લોકોને ઇજા પહોંચી છે જેમને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યાં છે. પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર આ નાસભાગ કાવડિયાને લાઇનમાં ઉભા રાખવા માટે રાખવામાં આવેલી જાળી તૂટી જતાં નાસભાગ મચી હતી. વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.