બે રસોડું ધરાવનારને મળી શકશે 12 ગેસ સિલિન્ડર
ઉલ્લેખનીય છે કે ગેસ સિલિન્ડરનો કોટા નક્કી કર્યા બાદથી એક ઘર એક એલપીજી કનેક્શનના નિયમનું સખતાઇથી પાલન થઇ રહ્યું છે. ઓઇલ કંપનીઓ સર્વે કરીને જે ઘરોમાં એકથી વધારે ગેસ સિલિન્ડર કનેક્શન છે તેમનું કનેક્શન કાપી રહી છે. આ વચ્ચે ઓઇલ માર્કેટિંગ કંપનીયોના અધિકારીયોએ જણાવ્યું કે 'આ નિયમમાં એ ઘરોને રાહત આપવામાં આવશે જે ઘરોમાં બે રસોડું ચાલતું હોય. જોકે આના માટે પણ કનેક્શન અલગ-અલગ નામથી લેવા પડશે'
આવા કેસમાં ઓઇલ માર્કેટિંગ કંપનીયોના ડિસ્ટ્રિબ્યુટર ઘરે જઇને તપાસ કરશે કે ઘરમાં અલગ-અલગ રસોઇ થાય છે કે નહીં. તેની તપાસના આધારે કેસ ટૂ કેસ બેસિસ પર આ અંગે નિર્ણય કરવામાં આવશે.
ભારતમાં હજી પણ સંયુક્ત પરિવારોનું ચલણ છે. ખાસ કરીને નાના શહેરોમાં તેનું ચલણ વધારે છે. આવા પરિવારો માટે વર્ષમાં માત્ર છ સિલિન્ડરોના કોટાથી ઘણી મૂશ્કેલીઓ આવી રહી છે. એક ઓઇલ કંપનીના ડાયરેક્ટરે જણાવ્યું હતું કે ' ઘણા ઘરોમાં સંયુક્ત પરિવારમાં બધાનું જમવાનું એક સાથે બને છે, જોકે રાહત એવા પરિવારોને મળશે જેમના ત્યા રસોડું અલગ-અલગ થાય છે.'