• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બે રસોડું ધરાવનારને મળી શકશે 12 ગેસ સિલિન્ડર

|

મુંબઇ, 22 ઓક્ટોબર: એક જ ઘરમાં બે રસોડું ધરાવનાર કુંટુમ્બને હવે વર્ષના 12 ગેસ સિલિન્ડર મળી શકશે. જો તમે લગ્ન કરી લીધા હોય અને પોતાના માતાપિતાના સાથે જ રહેતા હોવ તો તમને વર્ષના 6ના બદલે 12 સિલિન્ડર મળી શકે છે. પરંતુ તેના માટે ઘરમાં બે રસોડા બતાવવા પડશે. સરકારના આ નિર્ણયથી સંયુક્તરીતે રહેતા પરિવારોને રાહત મળશે છે.

ઉલ્લેખનીય છે કે ગેસ સિલિન્ડરનો કોટા નક્કી કર્યા બાદથી એક ઘર એક એલપીજી કનેક્શનના નિયમનું સખતાઇથી પાલન થઇ રહ્યું છે. ઓઇલ કંપનીઓ સર્વે કરીને જે ઘરોમાં એકથી વધારે ગેસ સિલિન્ડર કનેક્શન છે તેમનું કનેક્શન કાપી રહી છે. આ વચ્ચે ઓઇલ માર્કેટિંગ કંપનીયોના અધિકારીયોએ જણાવ્યું કે 'આ નિયમમાં એ ઘરોને રાહત આપવામાં આવશે જે ઘરોમાં બે રસોડું ચાલતું હોય. જોકે આના માટે પણ કનેક્શન અલગ-અલગ નામથી લેવા પડશે'

આવા કેસમાં ઓઇલ માર્કેટિંગ કંપનીયોના ડિસ્ટ્રિબ્યુટર ઘરે જઇને તપાસ કરશે કે ઘરમાં અલગ-અલગ રસોઇ થાય છે કે નહીં. તેની તપાસના આધારે કેસ ટૂ કેસ બેસિસ પર આ અંગે નિર્ણય કરવામાં આવશે.

ભારતમાં હજી પણ સંયુક્ત પરિવારોનું ચલણ છે. ખાસ કરીને નાના શહેરોમાં તેનું ચલણ વધારે છે. આવા પરિવારો માટે વર્ષમાં માત્ર છ સિલિન્ડરોના કોટાથી ઘણી મૂશ્કેલીઓ આવી રહી છે. એક ઓઇલ કંપનીના ડાયરેક્ટરે જણાવ્યું હતું કે ' ઘણા ઘરોમાં સંયુક્ત પરિવારમાં બધાનું જમવાનું એક સાથે બને છે, જોકે રાહત એવા પરિવારોને મળશે જેમના ત્યા રસોડું અલગ-અલગ થાય છે.'

English summary
If you are married and stay with your parents or siblings, you can double the quota of subsidized cooking gas cylinders to 12 from the government notified cap of 6 in a year.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X